Home> Gujarat
Advertisement
Prev
Next

વડોદરાના વાલીઓનો આરોપ, કહ્યું- ફી રાહતના નામે સરકારે લોલીપોપ પકડાવ્યો

લોકડાઉનમાં બંધ પડેલી શાળાઓમાં સ્કૂલ ફી ઘટાડવા અંગે વાલીઓ લાંબા સમયથી લડત આપી રહ્યાં છે. ત્યારે આ લડતના અંતે રાજ્ય સરકારે 25 ટકા સમગ્ર શૈક્ષણિક વર્ષની ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.

વડોદરાના વાલીઓનો આરોપ, કહ્યું- ફી રાહતના નામે સરકારે લોલીપોપ પકડાવ્યો

હાર્દિક દીક્ષિત/વડોદરાઃ  લોકડાઉનમાં બંધ પડેલી શાળાઓમાં સ્કૂલ ફી ઘટાડવા અંગે વાલીઓ લાંબા સમયથી લડત આપી રહ્યાં છે. ત્યારે આ લડતના અંતે રાજ્ય સરકારે 25 ટકા સમગ્ર શૈક્ષણિક વર્ષની ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. તેમજ ઉત્તર પ્રવૃત્તિ કોમ્પ્યુટર, સ્પોર્ટ્સ, મનોરંજનની એક પણ પ્રવૃત્તિને ફી પણ શાળામાં આપવાની રહેતી નથી. સીબીએસસીથી માંડીને તમામને આ નિર્ણય લાગુ પડશે. પરંતુ સરકારના આ નિર્ણય બાદ પણ વાલીઓ ખુશ જોવા મળી રહ્યાં નથી. 

fallbacks

વડોદરામાં વાલીઓનો વિરોધ
રાજ્ય સરકારની જાહેરાત બાદ વડોદરામાં વાલીઓએ સરકાર પર આક્ષેપો કર્યાં છે. વાલીઓએ આરોપ લગાવતા કહ્યું કે, સરકાર શાળા સંચાલકોના ખોળે બેસી ગઈ છે. તેમણે કહ્યું કે, 25 ટકા ફી ઘટાડો અમને મંજૂર નથી. આ સાથે સરકાર શાળા સંચાલકોને સ્પષ્ટ આદેશ આવવાની વાત પણ કરી હતી. વાલીઓએ કહ્યું કે, ફી મામલે હજુ પણ સરકાર અસ્પષ્ટ છે. સરકારે ફી રાહતના નામે લોલીપોપ પકડાવી છે. આ સાથે વાલીઓએ આરોપ લગાવ્યો કે વાલી મંડળ છે નહીં તો ક્યા લોકો સાથે સરકારે બેઠક યોજી હતી. 

નવરાત્રિ થશે કે નહિ તે સવાલ પર નીતિન પટેલે આપ્યો આ જવાબ

શું છે સરકારનો નિર્ણયટ
આ જાહેરાત કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, શાળા સંચાલકોને કહી દીધુ છેકે, આ નિર્ણય પછી કોઈપણ શિક્ષકને છુટા નહીં કરી શકાય. શાળાઓ માટે 25 ટકા ફી માફીનો નિર્ણય લેવાયો છે. જે શાળાઓએ અગાઉથી ફી લઇ લીધી છે તે 25 ટકા માફીના ધોરણે સરભર કરી આપશે. તેમજ શાળાઓ ઈત્તર પ્રવૃત્તિઓના નામે કોઈ પણ ફીને ઉઘરાવી નહિ શકે. કોંગ્રેસના ફી મુદ્દે વિરોધ પર શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું કે, કોંગ્રેસ શાસિત કયા રાજ્યમાં આ પ્રકારે ફી માફીની વાત કરવામાં આવી છે તે કોંગ્રેસ પહેલા બતાવે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More