ઝી બ્યુરો/અમદાવાદ: નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓએ ગરબે ઘૂમવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, પણ આ વખતે રાજકોટ આગકાંડને પગલે ફાયરબ્રિગેડે અમદાવાદમાં આયોજકો માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં 20થી વધુ નિયમો જાહેર કર્યા છે. નાનાથી લઈને મોટા ગરબાનું આયોજન કરનારા તમામ લોકોએ ફાયરબ્રિગેડે જાહેર કરેલા આ નિયમોનું પાલન કરવાનું રહેશે.
'મરી જઈશું! પણ ભીમનગર ખાલી નહીં કરીએ'! 700 કરોડની જમીન બિલ્ડરને આપવાનો તખતો તૈયાર
નવરાત્રી દરમિયાન ફાયરબ્રિગેડની ટીમ ગરબાના સ્થળે સરપ્રાઇઝ ચેકિંગ કરશે અને જો એકપણ નિયમનો ભંગ થતો જણાશે તો તાત્કાલિક ગરબા બંધ કરાવી દેવામાં આવશે. કયા નિયમો જાહેર કરાયા છે તેની પર એક નજર કરીએ તો ભઠ્ઠી, ટ્રાન્સફોર્મર, સબ સ્ટેશનથી દૂર આયોજન કરવું, સ્ટ્રક્ચરમાં સ્ટોલ નહીં બનાવી શકાય, ઓછામાં ઓછા બે ઈમરજન્સી એક્ઝિટ ફરજિયાત, આગ પકડે તેવા પદાર્થોનો સંગ્રહ ન કરવો, રોજ આવતા ખેલૈયાઓનો રેકોર્ડ રાખવો, પંડાલમાં ફિક્સ પાર્ટિશન નહીં કરી શકાય, ઈમરજન્સી એક્ઝિટ સરળ રાખવાના સૂચના, પડદા, કાર્પેટ ફાયર પ્રુફ હોવું જોઈએ, ફાયર સાધનના ઉપયોગની જાણકાર વ્યક્તિની હાજરી ફરજિયાત, ફાયરના સાધનો પંડાલમાં હોવા જોઈએ, ડિઝલ જનરેટર પંડાલથી દૂર રાખવું, સુશોભન લાઈટિંગ 15 સેમીના અંતરે રાખવા, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ રાખવી, સ્ક્રીન પર સેફ્ટી ફિલ્મ દર્શાવવી જોઈએ, પાણીનો પુરવઠો, ડ્રમ બકેટ હોવા જોઈએ.
લખી લેજો! અંબાલાલે કહ્યું; 'ચણિયાચોળી-કેડિયા-કુર્તામાં મારવા પડશે ધુબાકા, નહીં છોડે
ગરબા આયોજકોને આ સેફ્ટીના નિયમોનું પાલન કરવા ભારપૂર્વક સૂચન કરવામાં આવ્યું છે. પહેલીવાર પાર્ટી પ્લોટમાં ટ્રેઈન્ડ ફાયર માર્શલને હાજર રાખવાની સૂચના અપાઈ છે. આ વર્ષે 10 નવા ફાયરના નિયમો ઉમેરાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે