Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પ્રખ્યાત મહિલા સામાજિક કાર્યકર સાથે થઈ મોટી છેતરપીંડી, શેરબજારમાં રોકાણ કરાવી રૂપિયા પડાવ્યા

Ahmedabad News : શેર બજારમાં વધુ નફાની લાલચ આપી બિઝનેસ મેન અને સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાતા સાથે 74 લાખની ઠગાઈ
 

ગુજરાતના પ્રખ્યાત મહિલા સામાજિક કાર્યકર સાથે થઈ મોટી છેતરપીંડી, શેરબજારમાં રોકાણ કરાવી રૂપિયા પડાવ્યા

Share Market Investment : ગુજરાતના નામાંકિત સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા મોટી છેતરપીંડીનો ભોગ બન્યા છે. સેબીના પ્રમાણિત રીસર્ચ એનાલીસ્ટ હોવાનું કહીને તેમની પાસેથી 74 લાખ પડાવી લેવાયા. બે ડિમેટે એકાઉન્ટમાં ટ્રેડ કરીને લોસ રીકવર કરવાનું કહીને નાણાં પરત ન કર્યા. ત્યારે રુઝાન ખંભાતાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી, જેમાં જણાવ્યું કે, શેર માર્કેટમાં રોકાણ કરીને વધારે નફો અપાવાવની લાલચ આપીને મુંબઈની ગઠિયા ટોળકીએ રૂ.74 લાખનું નુકશાન કરાવ્યું છે. સાયબર ક્રાઈમમાં 3 કંપનીના સંચાલકો સામે ફરિયાદ દાખલ થઈ છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, રુઝાન ખંભાતા જાણીતા સામાજિક કાર્યકર છે. તેઓ પંચવટી વ્હાઈટ હાઉસ ખાતે વીઝિયોટેક નામની આઈટી કંપની ધરાવે છે. તેઓ આ વર્ષની શરૂઆતમાં  એ ટુ કે એન્ટર પ્રાઈઝ, એ ટુ કે એન્ટરપ્રાઈઝના ભાગીદાર પ્રીતિ બાજુ, એ ટુ કે એન્ટરપ્રાઈઝના મુકેશ અરોરાના સંપર્કમાં આવ્યા હતા. આ લોકોએ રુઝાન ખંભાતાને શેર માર્કેટમાં રોકાણ પર વધુ નફો રળવાની લાલચ આપી હતી. 

ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું, એક મજબૂત સિસ્ટમથી ભારેથી અતિભારે વરસાદની આગાહી

શેર માર્કેટમાં રોકાણ માટે રુઝાન ખંભાતા તૈયાર થયા હતા, અને પંચવટી ખાતેના એક કોફી શોપમાં તેઓની મુલાકાત થઈ હતી. જ્યાં તેઓેએ રુઝાન ખંભાતાને વિશ્વાસ અપાવ્યો હતો કે, તેઓ શેરબજારમાં વધારે નફો કરાવશે. જેથી રુઝાન ખંભાતાએ અલગ અલગ સમયે કુલ 74 લાખનું રોકાણ કર્યુ હતું. આ ત્રણેય કંપનીઓ રુઝાન ખંભાતા વતી શેર બજારના સોદા કરતા હતા. 

આ દેશમાં ખૂલ્યા નોકરીના ઢગલાબંધ ઓપ્શન, ડોલરની સાથે પીઆર પણ ફટાફટ મળી જશે

આશરે 13 મહિના પહેલા મુકેશ અરોરા અને પ્રિતી બાજુના ટ્વીટર પર જોતા જાણવા મળ્યું હતું કે તે સેબીના સર્ટીફાઇટ રીસર્ચ ટ્રેડ એનાલીસીસ છે. જે બાદ તેમનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું તેમની ઓફિસ કાંદીવલી ઇસ્ટમાં આવેલી છે. જે પછી તેમણે રૃઝાન ખંભાતાને વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યા હતા. જેમાં ટ્રેડ બેનેફીટ અંગે મેસેજ કરવામાં આવતા હતા. પરંતુ રુઝાન ખંભાતાને શેર બજારમાં રોકાણથી 74 લાખનું નુકસાન થયુ હતું.  અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઓસ્ટ્રેલિયન સરકારના એક નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને સીધો ફાયદો, કરો એપ્લાય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More