Home> Gujarat
Advertisement
Prev
Next

આજના દિવસે સૌથી વધુ ચર્ચાયા ગુજરાતના 2 અકસ્માતના આ Vidoes

ગુજરાતમાં રોજેરોજ કોઈને કોઈ ખૂણે અકસ્માતના બનાવો બનતા હોય છે. આવામા કેટલાક કિસ્સામાં અકસ્માત સ્થળ પાસે લાગેલા કેમેરામાં આખી ઘટના કેદ થતી હોય છે. આવા જ અકસ્માતના બે વીડિયો (viral video) સામે આવ્યા છે, જે તમારો જીવ અદ્ધર કરી દેશે. બંને વીડિયો જોઈને તમને ધ્રાસ્કો પડી જશે. ત્યારે આજના દિવસે ગુજરાતના બે અલગ અલગ સ્થળે થયેલા અકસ્માતના વીડિયો (accident video) સૌથી વધુ ચર્ચામાં આવ્યા છે. 

આજના દિવસે સૌથી વધુ ચર્ચાયા ગુજરાતના 2 અકસ્માતના આ Vidoes

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં રોજેરોજ કોઈને કોઈ ખૂણે અકસ્માતના બનાવો બનતા હોય છે. આવામા કેટલાક કિસ્સામાં અકસ્માત સ્થળ પાસે લાગેલા કેમેરામાં આખી ઘટના કેદ થતી હોય છે. આવા જ અકસ્માતના બે વીડિયો (viral video) સામે આવ્યા છે, જે તમારો જીવ અદ્ધર કરી દેશે. બંને વીડિયો જોઈને તમને ધ્રાસ્કો પડી જશે. ત્યારે આજના દિવસે ગુજરાતના બે અલગ અલગ સ્થળે થયેલા અકસ્માતના વીડિયો (accident video) સૌથી વધુ ચર્ચામાં આવ્યા છે. 

fallbacks

અકસ્માત-1
રાજકોટના જસદણ વિછિયા રોડ પર  ટ્રક પલટી જવાના સીસીટીવી (CCTV) સામે આવ્યા છે. કારને ઓવરટેક કરતાં સમયે ટ્રક ચાલકે બ્રેક મારી હતી, પરંતુ બ્રેક મારતા જ ટ્રક પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત ત્રણ લોકો  ઈજાગ્રસ્ત થયા હતા. એકબાજુ વરસાદનું વાતાવરણ હોય અને રોડ લિસ્સો હોવાથી વાહનોના પૈડાં સ્લીપ થવાથી ડ્રાઈવરો પોતાના વાહનો પરથી કાબુ ગુમાવી દેતા હોવાથી અવારનવાર વાહનો પલટી ખાઈ જવાની ઘટનાઓ બની રહી છે.

અકસ્માત-2
દાહોદ રેલવે સ્ટેશન (railway station) પરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં અકસ્માતની ઘટના જોઈ તમારા મોઢામાંથી ચિત્કાર નીકળી જશે. ચાલુ ટ્રેને ઉતારવા જતા એક યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યુ છે. દાહોદ રેલવે સ્ટેશન પર આવેલી હરિદ્વાર બાન્દ્રા ટ્રેનમાંથી ઉતરતા સમયે મુસાફર સાથે આ બનાવ બન્યો હતો. દાહોદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 પર આ ઘટના બની હતી. સમગ્ર ઘટના પ્લેટફોર્મ પર લાગેલા cctv માં કેદ થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, વારંવાર ગાડી ચલાવતા સમયે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. અકસ્માતની આ બંને ઘટનામાં કોઈ બીજાનો વાંક નથી. ટ્રકચાલકનું મૂર્ખામીભર્યુ ડ્રાઈવિંગ અને મુસાફરની ઉતાવળ તેમને મોંઘી પડી હતી. રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ન ઉતરવા કે ચઢવાની સલાહ વારંવાર આવતી હોય છે. છતા મુસાફરો જલ્દી જલ્દીમાં એવુ કરે છે, કે તેમના જીવ પર આવી બને છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More