Home> Gujarat
Advertisement
Prev
Next

ડ્રીમ ગર્લને બોલાવી રાત રંગીન કરાવતા ગુજરાતભરના સ્પા પર પોલીસની મેગા રેડ

Raid On Spa : રાજ્યમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાઓ પર પોલીસના દરોડા... ગાંધીનગર, વડોદરા, ગીર સોમનાથ અને ભાવનગરના સ્પામાં પોલીસે કરી તપાસ... ગૃહ વિભાગના આદેશ બાદ પોલીસે શરૂ કરી કાર્યવાહી... 

ડ્રીમ ગર્લને બોલાવી રાત રંગીન કરાવતા ગુજરાતભરના સ્પા પર પોલીસની મેગા રેડ

Gujarat Police Mega Action : સ્પામાં ચાલતા ગોરખધંધા પર ગુજરાત પોલીસે મોટું પગલુ લીધુ છે. આજે રાજ્યભરમાં પોલીસ સ્પા સેન્ટરો પર દરોડા પાડવામા આવ્યા છે. પોલીસ સ્પા સેન્ટરો પર સરપ્રાઈઝ ચેકિંગ કરી રહી છે. જેમાં કેટલાક સ્પામાં ચાલતા દૂષણોને કારણે સ્પાનો વ્યવસાય બદનામ થયો છે. ત્યારે આવા કેટલાક સ્પામાં ગોરખધંધા ચાલતા હોવાની વ્યાપક ફરિયાદો મળી હતી. જેના પગલે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, બોટાદના સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા છે. મસાજની આડમાં અનૈતિક ધંધાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.

fallbacks

રાજ્ય વ્યાપી સ્પાને લઇને ગુજરાત પોલીસની ખાસ ડ્રાઇવ ચાલી રહી છે ત્યારે અમદાવાદમાં પણ 350 થી વધુ સ્પા છે. જેને લઈને અમદાવાદ શહેર પોલીસની ડ્રાઇવ ચાલી રહી છે. અમદાવાદ શહેરના એડિશનસ સીપી નીરજ કુમાર બડગુર્જરે આ વિશે જણાવ્યું કે, કલાકમાં 350 સ્પા ચેક કરવામાં આવ્યા છે. જેમાં 9 ફરિયાદ દાખલ કરાઈ છે. સ્પા સંચાલક સામે ફરિયાદ કારઈ છે. જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાહેરનામા ભંગની દાખલ કરવામાં આવી છે. આવનાર સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

રસ્તા પર દર્દનાક મોત : છકડો રીક્ષા ચલાવતા ડ્રાઈવરને ચાલુ ગાડીએ આવ્યો હાર્ટએટેક, CCTV

ગાંધીનગરમાં બહારથી મહિલાઓ બોલાવાતી 
ગાંધીનગરમાં સ્પાના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરાયો છે. કુટણખાનું ચલાવતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અલગ-અલગ ત્રણ સ્પામાં રેડ કરતા કુટણખાનું ઝડપાયું છે. તનીશા રોયલ સ્પા, રેડ ડાયમંડ સ્પા અને ડેવિંગસી સ્પા પર રેડ પાડવામા આવી હતી. જ્યાં સ્પામાં બહારથી મહિલાઓને લાવી સ્પા ચલાવતા હતા. ગુજરાત બહારથી મહિલાઓને લાવી દેહ વ્યાપાર ચલાવતા હતા. 

વડોદરામાં દરોડા
વડોદરામાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા પર તવાઈ બોલાવાઈ છે. માંજલપુર અને વાઘોડિયા રોડ પર ચાલતા સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસને તપાસ દરમિયાન બે યુવતીઓ મળી આવી છે. પોલીસ વેરિફિકેશન વિના જ યુવતીઓને રાખવામાં આવી હતી. પોલીસે સ્પાના મેનેજર ધર્મેશ સોલંકીની ધરપકડ કરી.

ગુજરાત પર વધુ એક વાવાઝોડું ત્રાટકવાનો ખતરો : હવામાન વિભાગના આજના લેટેસ્ટ અપડેટ

સુરતમાં દેહવિક્રયનો પર્દાફાશ
સુરતમાં સ્પાના નામે ચાલતા ગોરખધંધા પર તવાઈ બોલાવાઈ છે. સુરત શહેર પોલીસે સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા હતા. સ્પાની આડમાં દેહ વિક્રયના ધંધાનો પર્દાફાશ થયો છે. દરોડા દરમિયાન પોલીસે 50 કેસ કર્યા.

ગુજરાતના આ ધારાસભ્યને કોણે એકલા પાડ્યા! વોટ્સએપ મેસેજમાં છલકાવ્યું દર્દ

રાજકોટમા 13 સામે ફરિયાદ
રાજકોટમાં વિવિધ સ્પા સંચાલકોને ત્યાં પોલીસે સવારથી દરોડા પાડ્યા છે. લગભગ 50 થી વધુ સ્પામાં પોલીસ વિભાગે તપાસ કરી હતી. જેમાં 13 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરાઈ છે. સ્પામાં નાગાલેન્ડ, અમદાવાદ, દિલ્લી, મુંબઈ અને પશ્ચિમ બંગાળની થેરાપિસ્ટ કામ કરે છે. સ્પા સંચાલકોએ રજિસ્ટ્રેશન ન કરાવતા કાર્યવાહી થઈ છે. 

સુરેન્દ્રનગરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરાયો છે. બહારથી યુવતીને બોલાવી સમાજ નામે ચાલતો ગોરખધંધો ખુલ્લો પાડ્યો છે. ગ્રાહકો પાસેથી મોટી રકમ વસુલી આપતા હતા અને જોઈએ એવી સુવિધા અપાતી હતી. પોલીસે સ્પાના માલિક, સંચાલકો, ગ્રાહકની ધરપકડ કરી છે. નવ લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો બોટાદ પોલીસે સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપ્યું છે. શહેરના ટાવર રોડ પર શ્રીજી મેગા મૉલમાં સ્પા ચાલતુ હતું. પોલીસે બાતમીના આધારે સ્પા પર દરોડા પાડ્યા હતા. બોટાદ પોલીસે સ્પાના મેનેજર સહિત બેની ધરપકડ કરી છે. તો સ્પાના માલિક સહિત કુલ 3 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. 

વલસાડમા મહિલાને ચાલુ ડિલીવરીમાં આવ્યો હાર્ટએટેક, બાળકને જન્મ આપ્યા બાદ હાર્ટ બંધ થયુ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More