Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકારણથી ગરમ રહેતા રાજ્યના પાટનગરને ઠંડી ચઢી! ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું ગાંધીનગર, અમદાવાદમાં પણ ચમકારો

ઉત્તર ભાગમાં હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે જેની અસર ગુજરાતમાં થઈ રહી છે. અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો ગગડયો છે. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે અમદાવાદમાં છેલ્લાં 9 વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ હતી.

રાજકારણથી ગરમ રહેતા રાજ્યના પાટનગરને ઠંડી ચઢી! ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું ગાંધીનગર, અમદાવાદમાં પણ ચમકારો

ઝી બ્યૂરો, અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં ઠંડીથી થથરવા તૈયાર રહેજો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર વધવાની શક્યતા છે. હજુ તો શિયાળાની સિઝનની શરૂઆત થઈ છે. ધીરે ધીરે ઠંડી પીક પકડશે. સ્વેટર, જેકેટ, સાલ અને ધાબડા કાઢીને રાખજો હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઠંડીનો ચમકારો વધશે તેવા સંકેતો આપી દીધાં છે. અચાનક ઠંડીનો ચમકારો વધતા હંમેશા રાજકારણને કારણે ગરમ રહેતા રાજ્યના પાટનગરને પણ ઠંડી ચઢી ગઈ છે. જી હાં, ગઈકાલે અચાનક તાપમાનનો પારો ગગડી જતા ગાંધીનગર ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

fallbacks

એટલું જ નહીં ઉત્તર ભાગમાં હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે જેની અસર ગુજરાતમાં થઈ રહી છે. અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો ગગડયો છે. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે અમદાવાદમાં છેલ્લાં 9 વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ હતી.

દેશના ઉત્તર ભાગમાં કેટલાક દિવસથી હિમવર્ષા થઈ રહી છે. તેની અસર હેઠળ દેશના તમામ ભાગોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસોથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. સોમવારે સિઝનમાં પ્રથમ વખત અમદાવાદનું લધુત્તમ તાપમાન ઘટીને 14.6 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે 14 ડિગ્રી સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં ઠંડીમાં વધારો થઈ શકે છે.

આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો છે. પરંતુ હવે શિયાળા આવનારા સમયમાં પરચા બતાવો અને જબરદસ્ત ઠંડી પડે તેવી શક્યતાઓ છે. છેલ્લા બે દિવસથી સતત પારો ગગડી રહ્યો છે. જેના કારણે ઠંડી વધી રહી છે. પવનની સરેરાશ ઝડપ પણ 6થી 8 કિ.મી. પ્રતિ કલાક રહેતાં પરોઢે અને મોડી રાત્રે જોરદાર ઠંડીનો અહેસાસ થાય છે. ગુજરાતમાં મોટાભાગના શહેરમાં 20 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. જેમાં ગાંધીનગર, કેશોદમાં 14 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ગત રાત્રિએ અમદાવાદમાં 14.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી 3 દિવસ 16થી 18 ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેશે.અમદાવાદમાં ગત વર્ષે 24 નવેમ્બરે 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગત વર્ષે નવેમ્બરમાં નોંધાયેલું સૌથી નીચું તાપમાન હતું. સોમવારે રાજ્યમાં અમરેલી-જુનાગઢમાં 14.8, નલિયામાં 15.6, વડોદરામાં 16, રાજકોટમાં 17.3, ભાવનગરમાં 17.5, ડીસામાં 17.6, ભૂજમાં 20.6, સુરતમાં 19.8 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે. અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો ગગડયો છે. શહેરમાં ગત 27મી ઓક્ટોબરના રોજ લઘુત્તમ તાપમાન 21.3 ડિગ્રી નોંધાયુ હતુ જે આજે ઘટીને 14.6 ડિગ્રી થઈ ગયું છે. આમ રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાનની સરખાણીએ 50 ટકા કરતાં પણ ઓછુ થઈ ગયું છે. જેથી અચાનક રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More