Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા, કેજરીવાલ આ શું બોલ્યા?

Gujarat Assembly Election 2022: જામનગરમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની વિધાનસભા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી છે. ઇલેક્શન કમિશનના નિર્ણયને શકિતસિંહ ગોહિલે આવકાર્યો હતો.

ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દિગ્ગજ નેતાઓની પ્રતિક્રિયા, કેજરીવાલ આ શું બોલ્યા?

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. રાજ્યમાં ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થઇ છે. ગત વખતની જેમ આ વખતે પણ કુલ બે તબક્કામાં મતદાન થશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ વખતે ચૂંટણી પંચે મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થતાં જ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

fallbacks

જામનગરમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની વિધાનસભા ચૂંટણીને લઈને પ્રતિક્રિયા આપી છે. ઇલેક્શન કમિશનના નિર્ણયને શકિતસિંહ ગોહિલે આવકાર્યો હતો. શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હિમાચલ પ્રદેશની સાથે જ ગુજરાતની ચૂંટણી જાહેર કરી દેવી જોઈતી હતી. શકિતસિંહે બે તબક્કામાં મતદાનના ચૂંટણી પંચના નિર્ણયને પણ આવકાર્યો હતો. જામનગરમાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ સીઆર પાટિલે ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે, છેલ્લાં 2 દાયકામાં ગુજરાતમાં ચાલી રહેલી વિકાસ યાત્રાને સૌએ જોઈ છે. આ વિકાસ યાત્રાના સહભાગી બની સૌએ ભાજપાને ખૂબ આશીર્વાદ પણ  આપ્યા છે. આ વખતે ફરી એકવાર સૌનાં મળશે આશીર્વાદ. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે 

ચૂંટણી જાહેર થયા બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, ફરીથી કમળનો વારો, જીતની ઈનિંગ ચાલું છે! #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ શિક્ષણમંત્રી અને રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કર્યું હતું. જીતુ વાઘાણીએ ટ્વીટમાં જણાવ્યું હતું કે, ભારે બહુમતી સાથે ગુજરાતમાં ફરી વખત આવશે ભાજપા સરકાર. #કમળખીલશેગુજરાત_જીતશે

દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતની ચૂંટણી જાહેર થયા બાદ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં ચૂંટણી પંચ પર તંજ કસ્યો છે. તેમણે જણાવ્યું છે કે, અત્યારે 110 દિવસનો વિધાનસભાનો કાર્યકાળ બાકી છે, લગભગ ત્રણ મહિના પહેલા ચૂંટણી થઈ રહી છે. ચૂંટણી પહેલા નેગેટિવ માહોલ બનાવવાની કોશિશ થાય છે. પરંતુ અમારું કામ અને પરિણામ બોલે છે. જે પહેલા આરોપ લગાવે છે તે જ બાદમાં પરિણામ જોઈને ખુશ થાય છે.

અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં આપ્યું નિવેદન
ગુજરાતની ચૂંટણી જાહેર થતાં દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક કેજરીવાલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં નિવેદન આપ્યું છે. કેજરીવાલે જનતાને ગુજરાતીમાં વાયદા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તમારો ભાઈ બની તમારા પરિવારની જવાબદારી સંભાળીશ. મોંઘવારીમાંથી મુક્તિ અપાવીશ, વીજળી ફ્રિ કરી દઈશ. સારૂ સ્વાસ્થ્ય અને શિક્ષણનો કેજરીવાલે વાયદો કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કામાં 89 બેઠક માટે મતદાન થનાર છે. ત્યારે 2017ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપને 48 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં 40 બેઠક આવી હતી અને એક બેઠક NCPના ખાતામાં ગઈ હતી.

જ્યારે ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠક માટે મતદાન થનાર છે. તેવી રીતે 2017ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠકોમાંથી કોંગ્રેસને 40 બેઠક મળી હતી. ભાજપના ખાતામાં 51 બેઠક આવી હતી. જ્યારે પંચમહાલ, મહીસાગરમાં અપક્ષ ઉમેદવારની જીત થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More