અમદાવાદઃ ગુજરાતમાં હવે પ્રથમ તબક્કાના મતદાનને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. રાજ્યમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. દરેક પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. હવે ભાજપના દિગ્ગજ નેતા અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચૂંટણી પ્રચાર માટે આવવાના છે. તો ભારતીય જનતા પાર્ટીએ બીજા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે.
પ્રધાનમંત્રી મોદી સહિત આ દિગ્ગજ નેતાઓ કરશે પ્રચાર
ગુજરાતમાં ભાજપની સ્ટાર પ્રચારકોનો યાદીમાં પહેલું નામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું છે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. સ્મૃતિ ઇરાની પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવાના છે.
વિજય રૂપાણી, નીતિન પટેલ પણ સામેલ
ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, સીઆર પાટિલ પણ ચૂંટણી પ્રચાર કરશે. તો અલ્પેશ ઠાકોરનો પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ગોરધન ઝડફિયા, ફિલ્મ સ્ટાર પરેશ રાવલ, હિતુ કનોડિયા, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે.
આ પણ વાંચોઃ કોંગ્રેસે વધુ 37 ઉમેદવારો કર્યાં જાહેર, શંકરસિંહ વાઘેલાના પુત્રને આપી ટિકિટ
બીજા તબક્કા માટે ભાજપના સ્ટાર પ્રચારકો
1. નરેન્દ્રભાઈ મોદી
2. જે.પી. નડ્ડા
3. રાજનાથ સિંહ
4. અમિતભાઈ શાહ
5. નીતિન ગડકરી
5. સી. આર. પાટીલ
6. ભૂપેન્દ્રભાઈ પટેલ
7. અર્જુન મુંડા
8. સ્મૃતિ ઈરાની
9. ધર્મેન્દ્ર પ્રધાન
1 0. મનસુખભાઈ માંડવિયા
11. ભૂપેન્દ્ર યાદવ
12. પરષોત્તમભાલ રૂપાલા
13. સુધીરજી ગુપ્તા
14. યોગી આદિત્યનાથ
1 5. શિવરાજસિંહ ચૌહાણ
1 6. હેમંત બિશ્વા શર્મા
17. દેવેન્દ્ર ફડણવીસ
18. વિજયભાઈ રૂપાણી
19. નીતિનભાઈ પટેલ
2 0. રત્નાકરજ
21. દિનેશ લાલ યાદવ (નિરહુઆ)
22. રવિ કિશન
2 3. મનોજ તિવારી
2 4. તેજસ્વી સૂર્ય
25. હર્ષ સંઘવી
26. ગોરધનભાઈ ઝડફિયા
2 7. પરેશભાલ રાવલ
29. નંદાજી ઠાકોર
30. ભાર્ગવભાલ ભટ્ટ
31. રજનીભાઈ પટેલ
32. પ્રદિપસિંહ વાઘેલા
33. દેવુસિંહ ચૌહાણ
34. જશવંતસિંહ ભાભોર
35. રમીલાબેન બારા
36. શંકરભાઈ ચૌધરી
37. કુંવરજીભાઈ બાવળિયા
38. અલ્પેશભાઈ ઠાકોર
39. પરિન્દુ ભગત
40. હિતુભાઇ કનોડિયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે