ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ચૂકી છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં સામેલ થઈ છે. એ જ કારણ છેકે, આ વખતની ચૂંટણી દર વખતની ચૂંટણી કરતા અલગ છે. પાદરા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લા અને છોટા ઉદેપુર સંસદીય વિસ્તાર અંતર્ગત આવે છે. પાદરા વિધાનસભા બેઠક રાજકીય પ્રયોગશાળા માનવામાં આવે છે. જ્યાં રાજકીય વિશ્લેષકોની નજર રહે છે. વિધાનસભા ચૂંટણી 2022 માટે રાજકીય પક્ષ પોતા-પોતાની વોટબેંક બનાવવા માટે જોર લગાવી રહ્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના હાથમાંથી આ બેઠક કોંગ્રેસે છીનવી લીધી હતી.
પાદરા બેઠકનો રાજકીય ઈતિહાસ:
વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અહીંયા જસપાલસિંહ ઠાકોરને ટિકિટ આપી હતી. તો ભાજપે દિનેશભાઈ પટેલને ટિકિટ આપી હતી. જોકે કોંગ્રેસના જસપાલસિંહે દિનેશભાઈ પટેલને પરાજય આપીને પાદરા બેઠક ભાજપ પાસેથી છીનવી લીધી હતી,. જોકે ભાજપ ફરીથી આ બેઠક મેળવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. તો કોંગ્રેસ પણ બેઠક જાળવી રાખવા માટે મક્કમ છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં બધાની નજર પાદરા બેઠક પર રહેશે.
વિધાનસભા ચૂંટણીમાં પાદરાનો ટ્રેક રેકોર્ડઃ
વર્ષ વિજેતા પક્ષ
2007 દિનેશભાઈ પટેલ અપક્ષ
2012 દિનેશભાઈ પટેલ ભાજપ
2017 જસપાલસિંહ ઠાકોર કોંગ્રેસ
પાદરા બેઠકના મતદારો:
વડોદરા જિલ્લાની પાદરા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 2,37,788 છે. જેમાં 1,22,094 પુરુષ મતદારો છે અને 1,15,692 મહિલા મતદારો છે. પાદરા વિધાનસભા બેઠક પર ક્ષત્રિય મતદારો મહત્વના છે. આ સીટ પર 65 ટકા ક્ષત્રિય મતદારો, પાટીદાર મતદારો 12 ટકા, અલ્પસંખ્યક મતદારો 11 ટકાસ, એસટી-એસસી અને ઓબીસી મતદારો 12 ટકા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે