પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 1655 ઉમેદવારો
સૌથી વધુ સુરતની 16 બેઠક માટે 362 ઉમેદવારો
સૌથી ઓછા ડાંગની એક બેઠક માટે 3 ફોર્મ ભરાયા
પ્રથમ તબક્કાની 89 બેઠક માટે 1655 ઉમેદવારો
સૌથી વધુ સુરતની 16 બેઠક માટે 362 ઉમેદવારો
સૌથી ઓછા ડાંગની એક બેઠક માટે 3 ફોર્મ ભરાયા
Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ એક તરફ શિયાળો ધીરે ધીરે વાતાવરણમાં ઠંડક પાથરી રહ્યો છે. ત્યાં બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે ધીરે ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગઈકાલે સોમવારના રોજ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. જેને કારણે આખો દિવસ ઉમેદવારો ફોર્મ લઈને દોડધામ કરતા નજરે પડ્યાં. દર વખતની ચૂંટણીઓ કરતા આ વખતની ચૂંટણીઓ સાવ અલગ છે. એનું કારણ છેકે, વર્ષોથી ગુજરાતની જનતાએ ચૂંટણીઓમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે લડાઈ જોઈ છે. પણ આ વખતે દિલ્લીથી આવેલી આમ આદમી પાર્ટી પણ મેદાન-એ-જંગમાં સામેલ થઈ છે. AAP ના આવવાથી આ ચૂંટણી વધારે રસપ્રદ બની ગઈ છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં AAP ની એન્ટ્રીથી હવે ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. આ ઉપરાંત કેટલીક બેઠકો એવી પણ હશે જ્યાં ક્યાંક અપક્ષ ઉમેદવાર અને અન્ય પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં હોવાથી એવી બેઠકો પર ચારથી પાંચ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે આંકડો જાણીને તમને પણ નવાઈ લાગશે પણ આ વખતે પહેલાં તબક્કાની કુલ 89 વિધાનસભા બેઠક માટે 1655 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં સૌથી વધારે સુરતની 16 બેકઠ માટે 362 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. ત્યાર બાદ રાજકોટની 8 બેઠકો માટે 170 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછા ડાંગની એક બેઠક માટે 3 ફોર્મ ભરાયા છે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની સમયમર્યાદા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
પહેલાં તબક્કકાની કઈ બેઠક પર કેટલાં ઉમેદવારી ફોર્મ ભરાયા:
કુલ 89 બેઠક માટે 1655 ઉમેદવારી ફોર્મ ભરાયા...
ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. 8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે