Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દરેક પાર્ટીના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકો સભાઓ અને રેલીઓ ગજવી રહ્યા છે. ત્યારે અમુક વખત નેતાઓનો બોલ બગડતા હોય છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નેતાઓના વિવાદીત બોલ સામે આવ્યા છે. શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના વિવાદીત બોલ સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે.
શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા છે અને તેમના વિશે વિવાદીત બોલ કહ્યા છે. જેઠાભાઈ ભરવાડે જણાવ્યું છે કે, કેજરીવાલ કો નંગા કરકે ભેજેંગે. કેજરીવાલને અમે પાછો દિલ્લી મોકલી દઈશું. કેજરીવાલને જે કપડામાં આવ્યા તે જ કપડામાં પાછા મોકલીશું. શહેરા વિધાનસભા બેઠક એક લાખની લીડથી જીતીશું.
ભાજપ નેતા શંકર ચૌધરી ની ગર્ભિત ધમકી
બીજી બાજુ પાટણમાં ભાજપ નેતા શંકર ચૌધરીની ગર્ભિત ધમકી સામે આવી છે. જેમાં ભાજપ નેતા શંકર ચૌધરીએ ગર્ભિત ધમકી આપતા જણાવ્યું છે કે, આપણે કાઈ છાનું છપનું કરવાનું નથી થતું. કાર્યકર્તા કે પ્રજાને કોઈ રંજડવાનો પ્રયાસ કરશે તો એ દુશ્મનાવટ મારી સાથે કરી છે એમ માનજો. તમામને એ જ ભાષામાં જવાબ આપવામાં આવશે. કાર્યકર્તાઓ અને પ્રજા માટે માથું ઉતારીને મુકવા વાળો નેતા છું.
થરાદની એક સભામાં ભાજપ નેતા શંકર ચૌધરીએ કાર્યકર્તાઓને સંબોધન દરમ્યાન નામ લીધા વિના વિરોધીઓ પર પ્રહાર કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે