ગાંધીનગર : આજે (10 જાન્યુઆરી)એ ગુજરાત વિધાનસભામાં એક દિવસીય સત્ર મળવાનું છે જેમાં બીજેપી સરકાર કેન્દ્ર સરકારે પારિત કરેલા સીએએના કાયદાને સમર્થન આપતો પ્રસ્તાવ લાવશે. માનવામાં આવે છે કે આ સત્ર દરમિયાન કોંગ્રેસ ગુજરાતમાં બાળકોના મોત અને ABVP-NSUIના ઘર્ષણ મુદ્દે આક્રમક વલણ અપનાવી સરકારને ઘેરી લેશે. આ સંજોગોમાં વિધાનસભાનું એક દિવસીય સત્ર તોફાની બને એવી પ્રબળ શક્યતા છે.
ગિરનારના રોપ-વેમાં પ્રોજેક્ટ વિશે આવ્યા સમાચાર, લેટેસ્ટ સ્થિતિ છે કે ....
વિધાનસભા સત્ર અંતર્ગત કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક મળી હતી. બેઠકમાં વિપક્ષ દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નો પર વધુ ચર્ચા કરવા માટે અધ્યક્ષ સમક્ષ વિધાનસભાનું સત્ર લંબાવવાની વાત કરવામાં આવી હતી. જોકે શાસક પક્ષે દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષની માગનો અસ્વીકાર કર્યો હતો. આ સંજોગોમાં કોંગ્રેસના નેતાએ કહ્યું કે જો સરકાર સત્રના દિવસોમાં વધારો કરે તો પ્રજાહિતના પ્રશ્નોની ચર્ચા કરી શકાય. સામા પક્ષે વિપક્ષે ગૃહમાં નવજાત શિશુના મોત મુદ્દે પણ ચર્ચાની માગ કરી હતી, પરંતુ શાસક પક્ષે આ માગને પણ ફગાવી દીધી છે.
હાડકાં થીજી જાય એટલી ઠંડીમાં વહેલી સવારે 300 વિદ્યાર્થીઓ નાહ્યા બરફ જેવા પાણીથી, હવે થશે આ ફાયદો
આ પછી 24 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનુ બજેટ સત્ર મળશે. રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ વર્ષ 2019-20નું ખર્ચનુ પુરકપત્ર અને વર્ષ 2020-21નુ અંદાજપત્ર રજૂ કરશે. તા.31મી માર્ચે વિધાનસભાનુ બજેટસત્રનુ સમાપન થશે. 25 દિવસીય બજેટ સત્રમાં કુલ મળીને 27 બેઠકો મળશે. રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવની ચર્ચા માટે ત્રણ બેઠકો ફાળવાઇ છે.પુરક માંગણીઓ પરની ચર્ચા અને મતદાન માટે બે બેઠકો,અદાજપત્રની સામાન્ય ચર્ચા માટે ચાર બેઠકો અને વિભાગવાર માંગણીઓ પર ચર્ચા અને મતદાન માટે 12 બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. આમ, કુલ 25 દિવસ સુધી બજેટ સત્ર ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે