હીતલ પારેખ/ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું (Gujarat Assembly) સોમવારથી ત્રણ દિવસીય ટૂંકુ સત્ર(Session) મળવાનું છે. 9થી 12 દિવસના આ ટૂંકા સત્ર દરમિયાન કુલ 4 બેઠક(4 Seatings) યોજાશે, જેમાં સરકાર કેટલાક બિલ(Bill) રજુ કરવાની છે. રાજ્યમાં બિનસચિવાલય પરિક્ષામાં ગેરરીતિ, દુષ્કર્મની ઘટનાઓ, ખેડૂતોને નુકસાન અને પાક વિમાની સમસ્યા સહિતના વિવિધ મુદ્દે વિરોધ પક્ષ સરકારને ઘેરશે. જેના કારણે વિધાનસભાના સત્રમાં સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના છે. માત્ર ત્રણ દિવસનું આ સત્ર તોફાની રહેવાની શક્યતા છે.
વિધાનસભાનો પ્રથમ દિવસ
9 ડિસેમ્બરના રોજ વિધાનસભાનું પ્રથમ સત્ર મળશે, જેમાં શોક પ્રસ્તાવ રજુ કરાશે. પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પટેલને શોકાંજલિ આપવાની સાથે આ બેઠક પૂર્ણ થઈ જશે. બીજી બેઠકમાં પ્રશ્નોત્તરી, MSME તથા ઈલેક્ટ્રીસિટીના કાયદાના સુધારાનું બિલ રજૂ કરવામાં આવશે.
વિધાનસભાનો બીજો દિવસ
વિધાનસભાનો ત્રીજો દિવસ
11 ડિસેમ્બરના અંતિમ અને ત્રીજા દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને ડેવલોપ કરવા માટેનું બિલ લાવવામાં આવશે. આ સાથે જ મહાત્મા ગાંધીની 150મી જયંતિનો પ્રસ્તાવ મુખ્યમંત્રી અને વિરોધ પક્ષના નેતા લાવશે.
વિધાનસભાના સત્ર અંગે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ(Pradipsinh Jadeja) જણાવ્યું કે, "વિધાનસભામાં જે પ્રશ્નો આવશે તેનો પારદર્શકતાથી જવાબ અપાશે. જેટલા કામ હાથ પર લેવાયા છે તે તમામ કામ સત્રના નિયત દિવસોમાં હાથ પર લેવાશે."
વિધાનસભા બહાર ઘરાવની વિપક્ષની તૈયારી અંગે ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે, " ગુજરાતની શાંતિ-સલામતીમાં અવરોધ કરવા કોલેજ બંધનું નિષ્ફળ એલાન આપ્યું છે. રાજકીય રોટલા શેકવા જે લોકો પ્રયાસ કરી રહ્યાં છે તેમણે આ પ્રયાસ ના કરવો જોઈએ. સમગ્ર રાજ્યમાં કેટલીક એવી શાળા હોય કે જેમાં ઓછા બાળકો હોય તેવી શાળાને મર્જ કરવા સરકાર આયોજન કરી રહી છે. આ સંદર્ભમાં લોકોને ગુમરાહ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આવતીકાલે ડીવાયએસઓની પરીક્ષા છે તે તમામ સ્થળો પર પુરતી વ્યવસ્થા કરાઈ છે, જેથી આ પરીક્ષા પણ શાંતિપુર્વક યોજી શકાય."
વિવિધ મુદ્દે વિધાનસભા ગજવશે વિરોધ પક્ષ
આ સત્રમાં ગુજરાતના વિવિધ પ્રશ્નો અંગે સરકારને ઘેરવા માટે વિરોધપક્ષે પણ પુરતી તૈયારી કરી છે. સૌથી મહત્વપૂર્ણ બિનસચિવાલય પરીક્ષા મામલે વિરોધપક્ષે વિધાનસભાનો ઘેરાવ કરવા અને વિધાનસભામાં અવાજ ઉઠાવવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત વિધાનસભામાં રાજકોટ, વડોદરા અને સુરતમાં થયેલા બળાત્કારના મુદ્દે પણ સરકાર બેકફૂટ પર છે. તેની સાથે સાથે કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને નિષ્ફળ ગયેલા ઉભા પાકનો, ખેડૂતોને પાક વિમો મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓ અને રાજ્યમાં વધી રહેલા અકસ્માતોનો મુદ્દો પણ સત્રમાં ઉઠી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે