Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત ATS દ્વારા એક મોટા બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ; આ રીતે છેતરાતાં નહીં...

Gujarat ATS European bogus visa scam: ગુજરાત એટીએસ એ યુરોપના બોગસ વિઝનું કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ગુજરાત એ.ટી.એસ. દ્વારા લક્ઝમબર્ગના બોગસ વિઝા કૌભાંડ કેસમાં મુખ્ય 4 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ એ લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે. 

ગુજરાત ATS દ્વારા એક મોટા બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ; આ રીતે છેતરાતાં નહીં...

ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત એ.ટી.એસ. દ્વારા એક મોટા બોગસ વિઝા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં લક્ઝમબર્ગ સહિતના વિવિધ દેશોના નકલી વિઝા બનાવી લોકોને છેતરવા માં આવતા હતા. આ બોગસ વિઝા કૌભાંડ મામલા માં ગુજરાત ats એ મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ગજ્જર, મનીષ પટેલ અને તબરેજ કશ્મીરી સહિત ચાર મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ પૂછ પરછ હાથ ધરી છે.

fallbacks

પરેશ ગોસ્વામીની તારીખ સાથે ભારે વરસાદની આગાહી: 15 ઓગસ્ટ બાદ આ જિલ્લાઓનું આવી બનશે!

ગુજરાત એ.ટી.એસ.ની ટીમને મળેલી બાતમીના આધારે આ સમગ્ર તપાસ શરૂ કરવામાં આવી હતી. બાતમી માં મયંક ભારદ્વાજ અને તેના સાગરિતો પર બોગસ વિઝા બનાવી આપવાનો આરોપ હતો. આ બાતમીના આધારે ગુજરાત એટીએસ એ મયંક અને તેજેન્દ્ર ગજ્જરને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને એ કબૂલ્યું કે તેમણે મનીષ પટેલ મારફતે પાંચ વ્યક્તિઓને લક્ઝમબર્ગ ના નકલી વિઝા અપાવ્યા હતા, જેના બદલામાં તેમણે મોટી રકમ લીધી હતી. આ નકલી વિઝા નું કામ મનીષ પટેલ મુંબઈ ના તબરેજ કશ્મીરી પાસે કરાવતો હતો. 

"રિયા ગઈ, પણ એનો સ્પર્શ ન ગયો...આજે એ જ હાથથી શિવમે રાખડી બંધાવી...અનોખી ઘટના આજે...

ગુજરાત એટીએસ તપાસ દરમિયાન, એ.ટી.એસ. દ્વારા ભોગ બનનાર પાંચ વ્યક્તિઓના વિઝાની ખરાઈ માટે લક્ઝમબર્ગ ની એમ્બેસી નો સંપર્ક કરવામાં આવ્યો હતો. એમ્બેસીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ તમામ વિઝા નકલી છે અને તેમની એમ્બેસી દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યા નથી. વધુ પૂછ પરછ માં સામે આવ્યું હતું કે આ પાંચેય આરોપીઓએ અગાઉ પણ વિઝા માટે અરજી કરી હતી, જે નોકરી ના ખોટા દસ્તાવેજો ને કારણે નામંજૂર કરવામાં આવી હતી.આ પાંચ કેસ ઉપરાંત, પોલીસ ની વધુ પૂછપરછમાં આરોપીઓના મોબાઈલ ફોનમાંથી અન્ય ૩૯ વ્યક્તિઓના બોગસ વિઝા બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. 

દિવાળી-છઠ વેકેશન દરમિયાન 5 અઠવાડિયાનો વિરામ લેવા માંગતા લોકો માટે સારા સમાચાર

આરોપી ઓએ આ તમામ 39 લોકો પાસેથી 8 લાખ થી લઇ ને 12 લાખ રૂપિયા સુધીની રકમ પેટે લાખો રૂપિયા પડાવી ને તેમના પાસપોર્ટ પર નકલી વિઝા ના સ્ટીકરો લગાવી ને છેતરપિંડી કરી હતી. ગુજરાત એ.ટી.એસ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર તબરેજ કશ્મીરી સહિત મયંક ભારદ્વાજ, તેજેન્દ્ર ગજ્જર અને મનીષ પટેલ ની ધરપકડ કરવામાં આવી છે. એ.ટી.એસ. દ્વારા આ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચાલુ કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More