Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત ATS નું મોટું ઓપરેશન સફળ, હેરાફેરી કરતા 9 આરોપીને 54 હથિયારો સાથે પકડ્યા

ગુજરાત ATS નું હથિયાર પકડવા સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટી સફળતા મળી છે. કચ્છ, મોરબી, અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ કરી 50 થી વધુ હથિયારો પકડી પાડ્યા છે.  9 જેટલા આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરાઈ છે. મોટાભાગના હથિયાર ઓટોમેટિક/વિદેશી છે. કચ્છમાં હથિયાર સાથે પકડાયેલ આરોપીની પૂછપરછ બાદ હથિયારોની હેરાફેરી અંગે આ ખુલાસો થયો હતો. હથિયાર હેરાફેરી કરતો શખ્સ મૂળ અમદાવાદનો છે. ગુજરાત એટીએસએ કુલ 54 હથિયારો પકડી પાડ્યા છે. રથયાત્રા પહેલા ગુજરાતમાં હથિયારોનું મોટું કનેક્શન હાથ લાગ્યું છે. 

ગુજરાત ATS નું મોટું ઓપરેશન સફળ, હેરાફેરી કરતા 9 આરોપીને 54 હથિયારો સાથે પકડ્યા

મૌલિક ધામેચા/અમદાવાદ :ગુજરાત ATS નું હથિયાર પકડવા સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં મોટી સફળતા મળી છે. કચ્છ, મોરબી, અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ કરી 50 થી વધુ હથિયારો પકડી પાડ્યા છે.  9 જેટલા આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરાઈ છે. મોટાભાગના હથિયાર ઓટોમેટિક/વિદેશી છે. કચ્છમાં હથિયાર સાથે પકડાયેલ આરોપીની પૂછપરછ બાદ હથિયારોની હેરાફેરી અંગે આ ખુલાસો થયો હતો. હથિયાર હેરાફેરી કરતો શખ્સ મૂળ અમદાવાદનો છે. ગુજરાત એટીએસએ કુલ 54 હથિયારો પકડી પાડ્યા છે. રથયાત્રા પહેલા ગુજરાતમાં હથિયારોનું મોટું કનેક્શન હાથ લાગ્યું છે. 

fallbacks

રાજ્યસભા ચૂંટણી : શું વોટિંગ ન કરીને BTP એ આડકતરી રીતે ભાજપને સમર્થન આપ્યું?  

ગુજરાતના એન્ટી ટેરરીસ્ટ સ્કોર્ડે અનેક જિલ્લાઓમાંથી હથિયારોની હેરાફેરી પકડી પાડી છે. છેલ્લા 9 દિવસમાં આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે, જેમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેની શરૂઆત કચ્છથી થઈ હતી. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, કચ્છ પોલીસે પકડેલી ગેંગને હથિયાર આપવાનું કામ અમદાવાદથી થઈ રહ્યું છે. અમદાવાદના હથિયાર ડીલરમાંથી આ હથિયાર આપવામાં આવ્યા હતા. તેથી ગુજરાત એટીએસએ અલગ અલગ ટીમ બનાવી ઓપરેશન હાથ ધર્યું હતું. 

આજે શનિવારે વહેલી સવાર સુધી ઓપરેશન ચાલ્યું હતું. જેમાં અમદાવાદ,  ભાવનગર, મોરબી, કચ્છ, અમરેલી સુધી આ નેટવર્ક વ્યાપ્યું હતું. અહી દરોડા પાડીને હથિયારો કબજે કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More