ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત એટીએસની ગિરફ્તમાં ઉભેલા શખ્શો હથિયારના શોખિન છે. જેની ગુજરાત એટીએસે બોગસ હથિયાર લાયસન્સ મેળવવાના ગુનામાં ધરપકડ કરી છે , ગુજરાત એટીએસે ગત 8મી તારીખે બોગસ લાયસન્સ ધરાવનાર સાત આરોપીઓની ધરપકડ કરી કુલ 06 હથિયાર સહિત 135 કારતૂસ કબ્જે કર્યા હતા. જેની તપાસ અને રિમાન્ડ દરમિયાન વધુ 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની પાસે થી પણ બોગસ હથિયાર લાયસન્સ સાથે 15 હથિયાર અને 489 કારતૂસ કબ્જે કરવામાં આવ્યા છે ત્યારે આ 16 હથિયાર શોખીન આરોપીઓ કોણ છે તેના નામો અમે આપને જણાવી દઈએ.
ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર; સ્કાયમેટની આ આગાહી અંબાબાલના વરતારા સાથે મેચ થઈ
(૧) અનિલ ગૌરિશંકર રાવલ, (૨) અરજણ વિહા ભરવાડ(૩) ભરત રામા ભરવાડ (૪)દેહુલ રાજુ ભરવાડ (૫) દેહુર બચુ ભોકરવા (૬) જનક બલુ પટેલ (૭) જય શાંતિલાલ પટેલ (૮) જગદિશ રેવા ભુવા (૯) લાખા રઘુ ભરવાડ (૧૦) મનિશ રમેશ રૈયાણી (૧૧) નિતેશ ભાયા મિર (૧૨) રમેશ ભોજા ભરવાડ (૧૩) રિશિ ઉમેશભાઈ દેસાઈ (૧૪) સમિર ભિખુ ગધેથરિયા (૧૫) વિરાજ જોગા ભરવાડ અને (૧૬) વિરમ સોંડા ભરવાડ છે.
મનસુખ વસાવા આકરા પાણીએ, 'ભાજપને કોંગ્રેસ કે ચૈતરથી કોઈ ડર નથી, મતદારો નારાજ હોઈ તો..
આ બોગસ હથિયાર લાયસન્સ કેસ માં ઝડપાયેલા 16 આરોપીઓ અગાઉ પકડાયેલ સાત આરોપી (૧) સેલાભાઇ વેલાભાઇ બોળીયા, (૨) વિશાલ મુકેશભાઇ પંડ્યા, (3) અર્જુન લાખુભાઇ અલગોતર, (૪) ધૈર્ય હેમંતભાઇ ઝરીવાલા, (૫) સદ્દમ હુસૈન, (૬) બ્રીજેશ ઉર્ફે બિહુ મહેતા તથા (૭) મુકેશ રણછોડભાઈ બાંભા ના ધાર્મિક અને લગ્ન પ્રસંગ માં સંપર્ક માં આવ્યા હતા ત્યારે આ સાત આરોપીઓ પાસે હથિયાર જોઈ ને પ્રભાવિત થઈ જઇ ને પોતાના માટે પણ લાયસન્સ પરવાનો લેવા માટે ની વાત કરી હતી જેને લઈને આ 16 આરોપીઓ એ ગુજરાત રાજ્ય બહાર ના રાજ્ય માંથી 5 લાખ થી લઈ ને 25 લાખ ની રકમ ની ચૂકવણી કરી ને હથિયાર લાયસન્સ અને હથિયાર મેળવ્યા હતા ત્યારે ગુજરાત એટીએસ ની તપાસ માં સામે આવ્યું છે કે આ 16 હથિયાર શોખીનો એ આંગડિયા કે બેંક મારફતે પૈસા ચૂકવ્યા છે.
'આરામ કરો અથવા રિટાયર થઈ જાવ..', પાર્ટીમાં કામ ના કરતા નેતાઓને કડક શબ્દોમાં ચેતવણી..
ગુજરાત એટીએસની તપાસમાં એ વાત પણ સામે આવી છે કે અગાઉ ઝડપાયેલ મુખ્ય આરોપીઓની ટોળકી પોતાના ગ્રાહકોને આકર્ષવા માટેથી ધાર્મિક કે સામાજિક પ્રસંગમાં પોતાની કમર પર હાથિયાર લટકડીને દેખાઈ શકે એ રીતે શૉ ઓફ કરતા ગયા જે જોઈ ને લોકો તેને પૂછતા હતા કે હથિયાર કઈ રીતે મળી શકે ત્યારે આ ગેંગ હથિયાર આપવા માટે ની પ્રક્રિયા સમજાવતા જેમાં આધાર કાર્ડ , 3 વર્ષના ઇન્કમ ટેક્સ રીટર્ન સહિત ના દસ્તાવેજ મેળવી ને થોડા જ દિવસો માં હથિયાર અને બોગસ હથિયાર લાયસન્સ આપી દેતા હતા જેના બદલા માં નક્કી કરેલ રકમ ચૂકવવા માં આવતી હતી જેમાં આ 16 આરોપીઓ એ અલગ અલગ રકમ ચૂકવી હતી જેમાં કોણે કેટલી રકમ ચૂકવી આવો તેના પર નજર કરીએ...
(૧) અનિલ ગૌરિશંકર રાવલ
4 લાખ 50 હજાર રૂપિયા આપ્યા
(૨) અરજણ વિહા ભરવાડ
3 લાખ 20 હજાર રૂપિયા આપ્યા
(૩) ભરત રામા ભરવાડ
3 લાખ 50 હજાર રૂપિયા આપ્યા
(૪)દેહુલ રાજુ ભરવાડ
7 લાખ રૂપિયા આપ્યા
(૫) દેહુર બચુ ભોકરવા
9 લાખ રૂપિયા આપ્યા
(૬) જનક બલુ પટેલ
10 લાખ 10 હજાર રૂપિયા આપ્યા
(૭) જય શાંતિલાલ પટેલ
9 લાખ રૂપિયા આપ્યા હતા
(૮) જગદિશ રેવા ભુવા
8 લાખ 50 હજાર રૂપિયા આપ્યા હતા
(૯) લાખા રઘુ ભરવાડ
3 લાખ 50 હજાર રૂપિયા આપ્યા હતા
(૧૦) મનિશ રમેશ રૈયાણી
10 લાખ રૂપિયા આપ્યા હતા
(૧૧) નિતેશ ભાયા મિર
50 હજાર રૂપિયા આપ્યા હતા
(૧૨) રમેશ ભોજા ભરવાડ
કોઈ રૂપિયા ચૂકવ્યા ન હતા
(૧૩) રિશિ ઉમેશભાઈ દેસાઈ
7 લાખ રૂપિયા ચૂકવ્યા હતા
(૧૪) સમિર ભિખુ ગધેથરિયા
4 લાખ 50 હજાર રૂપિયા ચૂકવ્યા હતા
(૧૫) વિરાજ જોગા ભરવાડ અને
4 લાખ 50 હજાર રૂપિયા ચૂકવ્યા હતા
(૧૬) વિરમ સોંડા ભરવાડ છે
3 લાખ રૂપિયા ચૂકવ્યા હતા
પશ્ચિમ રેલ્વે ચલાવશે સ્પેશિયલ ઉનાળુ સ્પેશિયલ ટ્રેન; આ બે રૂટ પર દોડશે કુલ 20 ટ્રીપ્સ
આ 16 આરોપીઓ ની પૂછ પરછ માં ખુલાસો થયો છે કે આ હથિયાર અને હથિયાર લાયસન્સ અગાઉ પકડાયેલ સાત આરોપીઓ થકી મેળવ્યા હતા અને સાત આરોપીઓ એ હરિયાણા ના ખાતે આવેલ નૂહ માં આવેલ સૌકતઅલી ફારૂકઅલી સોહિમઅલી તેમજ આસિફ નામના શખ્સો એ નાગાલેન્ડ અને મણિપુરના લાયસન્સ કરવી આપ્યા હતા ત્યારે ગુજરાત ગુજરાત એટીએસની શંકા છે કે નાગાલેન્ડ અને મણિપુર તંત્ર ના કોઈ કર્મી કે અધિકારી પણ આ બોગસ લાયસન્સ કૌભાંડ માં સંડોવાયેલ હોય શકે છે.
આ બોગસ લાયસન્સ કૌભાંડ મામલે ગુજરાત એટીએસે 108 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને અત્યાર સુધી માં કુલ 23 આરોપીઓ ની ધરપકડ કરીને વધુ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે ત્યારે આ બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડ પ્રકાશમાં આવતાની સાથે જ એક ચર્ચા પણ શરૂ થઈ છે કે ગુજરાતના નામચીન લોકો અને સેલિબ્રિટીઓ પાસે પણ આવા પ્રકારના હથિયાર લાયસન્સ હોય શકે છે.
રત્ન કલાકારોના પીવાના પાણીમાં કોણે ભેળવ્યું ઝેર? શું બોલ્યા મંત્રી પ્રફુલ પાનસેરિયા?
હાલ 16 આરોપીઓ પૈકી 6 આરોપીઓ પર ગુનાઓ પણ નોંધાયેલ છે, જેમાં અરજણ વિહા ભરવાડ પર 2 ગુના, જનક બલુ પટેલ પર એક ગુનો, જગદીશ રેવા ભુવા પર એક ગુનો, માનીશ રમેશ રૈયાણી ચાર ગુના, રમેશ ભોજા ભરવાડ પર 2 ગુના વિરમ સોંડા ભરવાડ પર એક ગુનો નોંધાય ચૂક્યા છે, ત્યારે ગુજરાત એટીએસની તપાસમાં વધુ શું સામે આવે છે એ જોવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે