ગુજરાત ATS એ એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને અલ કાયદા ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ (AQIS) સાથે જોડાયેલા મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ATS અધિકારીઓના જણાવ્યા અનુસાર, પકડાયેલા ચાર આતંકવાદીઓમાંથી બેની ગુજરાતમાંથી એક દિલ્હીમાંથી અને એક નોઈડા (ઉત્તર પ્રદેશ)માંથી ધરપકડ કરવામાં આવી છે. આ બધા આતંકવાદીઓ અલ કાયદાના AQIS સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.
ધરપકડ કરાયેલા આતંકવાદીઓની ઓળખ સૈફુલ્લાહ કુરેશી (પિતા: મોહમ્મદ રફીક), મોહમ્મદ ફરદીન (પિતા: મોહમ્મદ રઈસ) અને મોહમ્મદ ફૈક (પિતા: મોહમ્મદ રિઝવાન) તરીકે થઈ છે.
બનાવી રહ્યા હતા મોટા આતંકવાદી હુમલાની યોજના
ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા ચાર આતંકવાદીઓ વિશે ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. એટીએસના જણાવ્યા અનુસાર, તમામ આરોપીઓની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે અને તેઓ ભારતમાં મોટા પાયે આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડી રહ્યા હતા.
ગુજરાત એટીએસનું કહેવું છે કે આ આતંકવાદીઓને કેટલાક ચોક્કસ અને સંવેદનશીલ સ્થળોને નિશાન બનાવવા માટે સૂચના આપવામાં આવી હતી. આ ચારેય આતંકવાદીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા અને તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે તેઓ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓના સંપર્કમાં પણ હતા.
નામો
1. મોહમ્મદ ફૈક સ/ઓ મોહમ્મદ રિઝવાન, રહે/ઓ મીર મદારી ગલ્લી, ફરસખાના, દિલ્હી
2. મોહમ્મદ ફરદીન સ/ઓ મોહમ્મદ રઈસ, ગુલમોહર ટેનામેન્ટ, ફતેહવાડી, અમદાવાદ
3. સેફુલ્લા કુરેશી, મહમદ રફીક, રહે. ખાટકીવાડા, ભોઇ વાડા પાસે, વિનાયક સિનેમા, મોડાસા
4. ઝીશાન અલી s/o આસિફ અલી, રહે. એચ. નંબર 77 છજરાસી કોલોની, સેક્ટર 63, નોઈડા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે