Rajkot News ઉદય રંજન/અમદાવાદ : ગુજરાતમાં ફરી એકવાર મોટી આતંકી હિલચાલ થઈ છે. ફરી એકવાર રાજ્યમાં આતંકવાદી સંગઠન ISIS મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત એટીએસ દ્વારા મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું. ગુજરાતને આતંકની આગમાં હોમવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. રાજકોટમાંથી અલકાયદાના 3 સંદિગ્ધ આતંકી ઝડપાયા છે. ગુજરાત એટીએસને છેલ્લા છ મહિનાથી માહિતી મળી હતી કે, રાજકોટમાં શંકાસ્પદ આતંકી પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત એટીએસએ શંકાસ્પદ 18 લોકોની અટકાયત કરી છે. ત્રણ લોકો 15 દિવસ પહેલા આ શંકાસ્પદ પશ્ચિમ બંગાળથી આવ્યા હતા. તેઓ ગુજરાતમાં અલકાયદાનો ફેલાવો કરી રહ્યા હતા.
અલકાયદાના મનસુબા પર ગુજરાત ATSએ પાણી ફેરવ્યું છે. રાજકોટમાં ગુજરાત ATSએ સફળ ઓપરેશન પાર પાડ્યું. રાજકોટમાંથી અલકાયદાના 3 શંકાસ્પદ આતંકી ઝડપાયા છે. જેઓ છેલ્લા 6 મહિનાથી સોની બજારમાં કામ કરતા હતા. આ ત્રણેય ગુજરાતમાં અલકાયદાનો પ્રચાર-ફેલાવાનું કામ કરતા હતા. તેમજ અન્ય મુસ્લિમ કર્મચારીઓને રેડિક્લાઈઝ કરતા હતા. ત્રણેય સંદિગ્દો પાસેથી હથિયાર પણ કબજે કરાયા છે. અમમ, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝની રાજકોટથી અટકાયત કરવામાં આવી છે. શંકાસ્પદ આતંકવાદી તદ્દન કટ્ટરપંથી છે. તેમની પાસેથી એક હથિયાર પણ મળી આવ્યું હતું.
ત્રણ શંકાસ્પદ બેનકાબ થયા
રાજકોટની સોની બજારમાંથી મોટું આતંકી મોડ્યુલ પકડાયું છે. અલકાયદાને મદદ કરતા 3 શખસને ગુજરાત ATSએ પકડ્યા છે. આતંકી સંગઠનને ફંડિંગ અને સ્લીપર સેલને સપોર્ટ કરવા એક્ટિવ થયા હતા. હાલ તેઓ અહી કોને મળ્યા હતા, કેટલા લોકોને મળ્યા છે, શુ કરતા હતા તે અંગેની તપાસ તેજ કરાઈ છે. આ ત્રણેય શખસ છેલ્લા 6થી 9 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. આ શખસો અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હતા. ત્રણેય શખસ લોકોને ઉશ્કેરવાનું કામ કરતા હતા. 3 શખસ પાસેથી મળેલું હથિયાર લોકલ વ્યક્તિ પાસેથી ખરીદ્યાની માહિતી સામે આવી છે. હથિયાર સપ્લાય કરનાર કોણ એ દિશામાં તપાસ હાથ ધરાઈ છે. આજે ત્રણેયને રાજકોટ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે.
મોટો ખુલાસો : સરકારી કાર્યક્રમો માટે ST બસો વાપરીને સરકારે કરોડોનું ભાડુ નથી ચૂકવ્યુ
રાજકોટમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન; આતંકી સંગઠન અલકાયદા સાથે સંકળાયેલા 3 લોકોની કરી ધરપકડ#Gujarat #BreakingNews #Rajkot pic.twitter.com/1V4MkPDyRA
— Zee 24 Kalak (@Zee24Kalak) August 1, 2023
અગાઉ પોરબંદરમાં પાર પાડ્યું ગુપ્ત ઓપરેશન
ગત મહિનામાં ગુજરાત એટીએસે એ પોરબંદરમાં મોટુ ઓપરેશન પાર પાડીને આતંકી ઝડપ્યા હતા. ગુપ્ત માહિતીના આધારે ગુજરાત એટીએસએ પોરબંદરમાં આ ઓપરેશન પાર પાડ્યુ હતું. વહેલી સવારે રેડ પાડીને ચાર લોકોને ઝડપી પાડ્યા હતા. સુમેરા નામની મહિલાની સુરતથી અટકાયત કરવામાં આવી છે. આ નેટવર્ક ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાનું બાતમી મળી છે. ચારેય લોકો ISIS ના સક્રિય ગ્રૂપ મેમ્બર હતા. છાપામારી દરમિયાન અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ચારેય ISIS સાથએ જોડાઈને ભાગાવની ફિરાકમાં હતા. ગત એક વર્ષથી તમામ લોકો એકબીજાના સંપર્કમાં હતા અને સીમાપારના તેમના આકાઓના ઈશારાઓ પર રેડિકલાઈઝ થયા હતા.
વડોદરાનો વધુ એક પરિવાર પરિસ્થિતિ સામે હાર્યો, પિતાએ પરિવાર સાથે સામુહિક આપધાત કર્યો
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આતંકી હલચલ તેજ બની છે. ગત કેટલાક સમયથી એટીએસ આતંકી એક્ટિવિટી પર નજર રાખી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે