ઉદય રંજન/અમદાવાદ: ભારતનું ઓપરેશન સિંદૂર સમયે દેશ વિરુદ્ધ સાયબર આતંકવાદ છેડતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ગુજરાત એ.ટી.એસ.એ એક સગીર અને એક 18 વર્ષીય નડિયાદના જસીમ શાહનવાઝ અંસારીની ધરપકડ કરી છે. સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા હાલની પ્રવર્તમાન પરસ્થિતિને અનુસંધાને ઈન્ટરનેટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા અન્ય ડાર્કનેટ ઉપર દેશ વિરોધી ચાલતી ગતીવિધીઓ ઉપર મોનિટરિંગ રાખવા આદેશ આપવામાં આપેલ હતો. જે સબંધે એ.ટી.એસ. ગુજરાત દ્વારા આ દિશામાં હાથ ધરવામાં આવી હતી. એ.ટી.એસ.ના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ દ્વારા 24 કલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા અન્ય ડાર્કનેટ પ્લેટફોર્મ ઉપર ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી નજર રાખવામાં આવી રહી હતી.
ત્યારે બાતમી મળેલ કે, જસીમ શાહનવાઝ અંસારી સહિત અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર બન્ને નડિયાદના રહેવાસી છે. બન્ને Anonsec નામનું ટેલીગ્રામ ગૃપ બનાવી ભારત દેશની અલગ-અલગ વેબસાઇટોને DDOS એટેક દ્વારા ડાઉન કરવાનો પ્રયત્ન કરી તેનો સ્ક્રીનશોટ લઇ તે સ્ક્રીનશોટ નીચે ભારત દેશ વિરોધી ઉશ્કેરણીજનક લખાણો લખીને ટેલીગ્રામ ગૃપમાં પોસ્ટ કરે છે અને હાલમાં ભારત સરકાર દ્વારા પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃતી વિરૂદ્ધ ઓપરેશન સિંદૂર ચાલતું હતું ત્યારે ભારત સરકારની વેબસાઇટને DDOS એટેક દ્વારા ડાઉન કરી ભારત દેશ વિરોધી ઉશ્કેરણીજનક લખાણો પોસ્ટ કર્યા હતા.
ગુજરાતના અનેક જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ગોંડલ-વિસાવદર પંથકમાં ધોધમાર વરસાદ
ગુજરાત એટીએસને મળેલી બાતમી અંગે તપાસ હાથ ધરી શકમંદ જસીમ શાહનવાઝ અંસારી તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના મોબાઈલ FSI ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ હતા. જેમાં સાયબર આતંક ફેલાવવાના પ્રાથમિક પુરાવા મળી આવતા જસીમ શાહનવાઝ અંસારીની પુછપરછ કરતા જાણવા મળ્યું કે, તે અને અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ભેગા મળી દેશ વિરુદ્ધ સાયબર વોર છેડવા અને ભારત સરકારની વેબસાઈટો ટારગેટ કરવા @BYTEXPLOIT ની આઇ.ડી.માં EXPLOITXSEC નામથી ચેનલ ચાલુ કરી હતી.
જ્યારબાદ @YourMindFvcker આઈ.ડી. થી EXPLOITXSEC ચેનલ માટે બેક-અપ ચેનલ ELITEXPLOIT ની બનાવી તેનુ નામ બદલી Anonsec કરી દીધું હતું. ત્યારે આરોપી યુવક જસીમ શાહનવાઝ અંસારી ભારત સરકાર તથા વિવિધ રાજ્ય સરકારોની વેબસાઈટોને ડાઉન કરવા ડી.ડી.ઓ.એસ. સાયબર ટેરર એટેક કરતા હોવાનું હાલ સુધીની તપાસમાં સામે આવી ચૂક્યું છે
ગુજરાતના 18 જિલ્લા એલર્ટ પર, 21 મેથી વાવાઝોડા સાથે વરસાદ મચાવશે તબાહી! IMDની ચેતવણી
બન્ને શખ્સ મોબાઇલ અને ગ્રુપ ચેટ તપાસ કરતા સામે આવ્યું હતું કે, આરોપીઓ યુટ્યુબ ઉપરથી PYTHON LANGUAGE, PYDROID TOOL, TERMUX TOOL વગેરે જેવી એપ્લિકેશન અને LANGUAGE શિખ્યા હતા. આ માટે આરોપીઓએ GITHUB નામની વેબસાઈટ ઉપરથી DDOS એટેક માટેના ટૂલ્સ મેળવી તેને ક્લોન કરી TERMUX અને PYDROID3 નામના ટૂલમાં DDOS માટેની ડાયરેક્ટરી ચેન્જ કરી જેતે DDOS ટૂલ દ્વારા વેબસાઈટ ડાઉન કરવા પ્રયત્નો કરતા હતા.
ત્યારબાદ આરોપીઓ CHECKHOST.NET નામની વેબસાઈટ ઉપર જેતે વેબસાઈટનું ચાલુ/બંધનું સ્ટેટસ જોઈ તેનો સ્ક્રીનશોટ લઈ તેને પોતાના ટેલીગ્રામ ચેનલ Anonsec ઉપર પોસ્ટ કરી પોતાની ભારત વિરૂદ્ધની વિચાર ઓકતા હતા. આ સહિત આરોપીઓ અન્ય દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકો સાથે સાથગઠ બનાવી વિવિધ સરકારી વેબસાઇટોને ટાર્ગેટ કરીને એટેક તેમજ ભારત વિરુદ્ધ વિચારધારાઓનું લખાણ પણ ગ્રુપમાં મૂકતા હતા.
હાલ તો ગુજરાત એટીએસ દ્વારા આરોપીઓ દ્વારા સાયબર આતંકમાં ઉપયોગમાં લેવામાં આવતા ટુલ્સ અને સોફ્ટવેર વગેરેની વધુ માહિતી ક્યાંથી મેળવી કોણે-કોણે મદદ કરી તે બાબતની વધુ ઉંડાણપુર્વક તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદમાં ઓપરેશન ક્લીન ચંડોળા-2 શરૂ,ડિમોલિશન કામગીરી અંતર્ગત 8500 દબાણો કરાયા દૂર
આ ઝડપાયેલ આરોપી દ્વારા વર્ષ 2025ના એપ્રિલ અને મે માસમાં ભારત સરકાર તથા રાજ્ય સરકારોની અલગ-અલગ 50થી પણ વધારે વેબસાઈટ ઉપર સાયબર એટેક કરવામાં આવ્યો છે. ત્યારબાદ આરોપીઓ દ્વારા તેના સ્ક્રીનશોટ ટેલીગ્રામ ચેનલ Anonsec ઉપર પોસ્ટ કરી તેની નીચે આ મુજબના લખાણ લખતા હતા.
1 : Several Government sites of India has been touch by AnonSec..
2 : Hi, India we just took down your financial shield and servers
3 : Hi, India we just took down your shield and servers
જેવા લખાણો પોસ્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ ભારત દેશ વિરુદ્ધના હતા અને કટ્ટરપંથી માનસિકતા છતી કરતા લખાણો હતા. આ સહિત પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારત સરકાર દ્વારા 07/05/2025ના રોજ કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરનો દબાણો લેવા ભારત દેશ પર સાયબર આતંક વધુ તેજ કરવા માટે 07/05/2025ના રોજ ભારત સરકાર સહિત અન્ય રાજ્ય સરકારોની 20 વેબસાઈટ ડી.ડી.ઓ.એસ. એટેક દ્વારા ડાઉન કરવાનો પ્રયત્ન કર્યો હતો.
બ્રહ્મોસ મિસાઈલ કેટલીવારમાં તબાહ કરી શકે છે ઈસ્લામાબાદ? સ્પીડ જાણીને થઈ જશો હેરાન!
જેમાં ટેલીગ્રામ ગ્રુપમાં તેના વિશે આ મુજબનું લખાણ લખ્યું હતું. India May have started it, but we will be the once to finish it નું લખાણ પોસ્ટ કરવામાં આવ્યું હતું. આ સાહિત આરોપીઓ દ્વારા ડી.ડી.ઓ.એસ. એટેક કરી ભારત સરકારના ડિફેન્સ, ફાયનાંસ, એવિએશન, શહેરી વિકાસ સંસ્થાઓ, તથા રાજ્ય સરકારની વેબસાઈટોને નિશાન બનાવી 50થી પણ વધારે વેબસાઈટ ડાઉન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
ત્યારે આરોપી બન્ને 12 પાસ પણ નથી અને હજુ અભ્યાસ શરૂ છે. તેમજ આ આરોપીઓ દુશ્મન દેશના કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં છે કે કેમ અને આ સાયબર આતંક ફેલાવા માટેનું કોના દ્વારા કહેવામાં આવ્યું છે તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે ગુજરાત એટીએસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ ધી ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ 43 66(F) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે