ઝી બ્યૂરો, અમદાવાદઃ રવિવારનો દિવસ હોવાથી લોકો હોંશેહોંશે પોતાના પરિવાર અને સ્વજનો સાથે મોરબીના ઝૂલતા બ્રિજની મુલાકાતે ગયા હતાં. રવિવારને કારણે બ્રિજ આખો ચિક્કાર થઈ ગયો હતો. કોઈ સેલ્ફી લઈ રહ્યું હતું તો કોઈ બ્રિજ પરની નીચેનો નજારો નિહાળી રહ્યું હતું. પણ તેમને ક્યાં ખબર હતી કે મોત તેમના માથે મંડરાઈ રહ્યું છે. અચાનક બ્રિજ તૂટી પડ્યો અને 140 કરતા વધારે લોકોના મોત નિપજ્યાં. આ ગોજારી ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના 12 સભ્યોના પણ મોત નિપજ્યાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
રવિવારનો દિવસ માત્ર મોરબી જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે દુઃખના સમાચાર લઈને આવ્યો. મોરબીમાં ઈતિહાસ પુલ પર સંખ્યાબંધ લોકો એક સાથે એકત્ર થયા અને અચાનક બ્રિજ તૂટી પડ્યો. બ્રિજ તૂટી પડતા સંખ્યાબંધ લોકો મચ્છુ નદીમાં ડૂબ્યાં. આ ઘટનામાં અત્યાર સુધીમાં 140 થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે.
મોરબી ઝૂલતાં પુલની દુર્ઘટનાએ અનેક પરિવારોનો માળો વિખેરી નાખ્યો છે. રાત્રે 2 વાગ્યા બાદ પણ નદીમાંથી લાશો બહાર કાઢવામાં આવી રહી છે. આ વચ્ચે મોરબીના સાંસદ મોહન કુંડારિયાના પરિવારનાં 12 સભ્યોનાં પણ મોત નિપજ્યા હોવાની ખબર સામે આવી રહી છે. મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ત્યારે સાંસદ મોહન કુંડારિયાના પરિવારનાં 12 સ્વજનોના મોત નિપજ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. સાંસદ મોહન કુંડારિયાના સગા બહેનના જેઠાણીના ચાર દીકરી, ચાર જમાઈ અને તેમના બાળકો સહિત 12 વ્યક્તિઓના આ દુર્ઘટનામાં કરુણ મોત નિપજ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે