Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત ભાજપે પ્લાન બદલ્યો : હાંસિયામાં ધકેલાયેલા સિનિયર નેતાઓને ફરી કામે લગાડયા

Gujaarat BJP Re hired Experienced Seniors : પ્રભારી તરીકે યુવા નેતાઓને સ્થાનિક સંગઠન ગણકારતું ન હોવાથી ગુજરાત ભાજપનો આ પ્રયોગ સફળ ન થયો

ગુજરાત ભાજપે પ્લાન બદલ્યો : હાંસિયામાં ધકેલાયેલા સિનિયર નેતાઓને ફરી કામે લગાડયા

Loksabha Election 2024 : ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં જંગી જીતનો પરચમ લહેરાવનાર સીઆર પાટીલનો જાદુ હવે ધીરે ધીરે ઓસરી રહ્યો છે. એક તરફ કર્ણાટક ચૂંટણીમાં ગુજરાત મોડલ ફેલ ગયું. તો બીજી તરફ, હવે ગુજરાત ભાજપ સંગઠનમાં પણ લીધેલા કેટલાક નિર્ણયો નિષ્ફળ સાબિત થઈ રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાઁ ભાજપે યુવા ચહેરોને કામે લગાડ્યા હતા. સરકાર સંગઠન બધે જ યુવાઓને પ્રાધાન્ય આપ્યુ હતું. યુવા નેતાઓને જિલ્લા પ્રભારી બનાવીને તેઓને જિલ્લાની જવાબદારી સોંપી હતી, પરંતુ હવે આ નિર્ણય બદલવો પડ્યો છે, અને ફરી સિનિયર અને જૂના નેતાઓને કામે લગાડવામાં આવ્યા છે. 

fallbacks

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે આ માટે રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને પાટીલે મહત્વની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકાશે. પરંતુ હવે જમીની હકીકત એવી સામે આવી છે કે, પ્રભારી યુવા નેતાઓને સ્થાનિક સંગઠન ગણકારતું નથી. તેથી ભાજપનો આ પ્રયોગ સફળ ન થયો. જેથી ભાજપે અનુભવી સિનિયરોને પાછા કામે લગાડ્યા છે. 

મે મહિનામાં ગુજરાતમાં આવશે વરસાદ, અંબાલાલ પટેલની નવી આગાહી શું છે જાણો

ભાજપ ગુજરાતને રાજકારણની પ્રયોગશાળા ગણે છે. અહી જે પ્રયોગો થાય છે તેને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવે છે. આંતરિક માહિતી મુજબ, સ્થાનિક સનિયરો યુવા નેતાઓને ગાંઠતા નથી. તેથી ભાજપને પોતાનો નિર્ણય બદલવો પડ્યો છે. તો બીજી તરફ, યુવા પ્રભારી સ્થાનિક સિનિયર નેતાઓની ભલામણોને અવગણતા હતા. જેથી ભાજપે નવા પ્રભારીઓની નિમણૂંક કરી છે. જેમાં સંગઠન સાથે જોડાયેલા, સરકારમાં જોડાયેલા નેતાઓ તથા ભૂતપૂર્વ ધારાસભ્યો અને સાંસદો સામેલ છે. હવે આ સિનિયર નેતાઓ ફરીથી મેદાનમાં ઉતર્યા છે. 

આ નિર્ણયો બદલવા વિશે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણી હતી તેથી તે વખતે જિલ્લા પ્રભારી તરીકે યુવાન લોકોને ઉતાર્યા હતા, હવે લોકસભાની ચૂંટણી મોટા સ્તરે થતી હોવાથી તેના પ્રભારી તરીકે અનુભવી અને સીનિયર લોકોની જરૂર વધુ હોવાથી તેમને જવાબદારી સોંપવામાં આવી છે. 

ગુજરાતના વાતાવરણમાં થઈ મોટી હલચલ, આ દિવસે ચોમાસું બેસે તેવા સંકેતો દેખાયા

ધોરણ 10 અને 12 ના પરિણામના નવા અપડેટ, આ દિવસે જાહેર થશે રિઝલ્ટ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More