Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપમાં ચાર બેઠક પર હજી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, ત્યાં નવુ ટેન્શન શરૂ થયું

Gujarat Loksabha Elections : ભાજપની આંતરિક લડાઈમાં સોશિયલ મીડિયા કેમ્પેન શરૂ કરાયાની ચર્ચા વહેતી થઈ છે. સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવારના સમર્થનમાં કેમ્પેઈન શરૂ 

ભાજપમાં ચાર બેઠક પર હજી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે, ત્યાં નવુ ટેન્શન શરૂ થયું

Gujarat BJP Politics : ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હાલ ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે. એમ કહો કે ઝેરના પારખા ચાલી રહ્યાં છે. લોકસભામાં સીટ જીતવી હશે કે સીટ ગુમાવવી નહિ હોય તો બંને પક્ષો ફૂંકીફૂંકીને ઉમેદવારોની પસંદગી કરી રહ્યાં છે. આ વચ્ચે ભાજપ પણ મહત્વની ચાર બેઠકો પર હજી ઉમેદવાર જાહેર કરી શક્યુ નથી. આ વચ્ચે સાબરકાંઠા અને વડોદરામાં ભાજપનો ચહેરો બદલવાની હવા ચાલી રહી છે. ત્યારે આ વચ્ચે એક નવુ કેમ્પેઈન ઉભુ થયું છે. ‘હું સાથે છું’ નામનું એક કેમ્પેઈન શરૂ થયું છે. 

fallbacks

હું ભાજપમાં છું અને ઉમેદવારની સાથે છું
ભાજપમાં હાલ આંતરિક લડાઈ જ ચરમસીમાએ પહોંચી છે. વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટ સામે પહેલેથી જ મોરચો મંડાયેલો છે. આ વચ્ચે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારનો રાજીનામાનો ડ્રામા ભાજપને નડી ગયો. આ વચ્ચે હવે વડોદરા અને સાબરકાંઠામાં ઉમેદવાર બદલવાની હવા ઉડતી થઈ છે. ત્યારે આ હવાને ખોટી સાબિત કરવા માટે ‘હું ભાજપમાં છું અને ઉમેદવારની સાથે છું’ તેવી હવા વહેતી થઈ છે. સોશિયલ મીડિયામા આ કેમ્પેઈન શરૂ થયુ છે. 

ગુજરાતમાં એક નવી આગાહી - કમોસમી વરસાદ અને ગરમી એકસાથે ત્રાટકશે

ભીખાજી ઠાકોર સામે જબરદસ્ત આંતરિક વિરોધ 
સાંબરકાઠામાં ભાજપે જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી દુધાજી ઠાકોર સામે જબરદસ્ત આંતરિક વિરોધ શરૂ થયો છે. આ વિરોધ હવા પકડે તે પહેલા જ ‘હું ભીખાજી ઠાકોર સાથે છું’ નામના પોસ્ટર સોશિયલ મીડિયામાં ફરતા થયા છે. આવું જ સમર્થન રંજન ભટ્ટને પણ વડોદરામાં મળી રહ્યું છે. 

વડોદરામાં વિરોધીઓની બોલતી બંધ થઈ
સાંસદ રંજનબેન ભટ્ટ વિરૂધ્ધ બેનર વચ્ચે સોશિયલ મીડિયામાં સમર્થનનું કેમ્પેન શરૂ થયું છે. ભાજપ કોર્પોરેટર, પૂર્વ કોર્પોરેટર, હોદ્દેદારો, કાર્યકરોએ સમર્થનમાં સોશિયલ મીડિયામાં સ્ટોરી મૂકી છે. ફેસબુક પર ભાજપ નેતાઓએ ‘હું રંજનબેન ભટ્ટ સાથે છું, મારું ઘર રંજનબેનને સંગ’ એવી સ્ટોરી મૂકી છે. રંજનબેનના સમર્થનમાં મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ સ્ટોરી મુકાતા વિરોધીઓની બોલતી બંધ થઈ છે. ભાજપની આંતરિક લડાઈમાં સોશિયલ મીડિયા કેમ્પેન શરૂ કરાયાની ચર્ચા વહેતી થઈ છે. 

ઘી ખાનારા ગુજરાતીઓ સંભાળીને ખાજો, આરોપીએ પોલીસ સામે આપ્યો નકલી ઘી બનાવવાનો ડેમો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More