Gulabsinh Rajput Vs Swarupji Thakor બનાસકાંઠા : બનાસકાંઠાની વાવ બેઠક પર રાજપૂત અને ઠાકોર ઉમેદવાર વચ્ચે જંગ જામ્યો છે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી તો ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. હવે 13 નવેમ્બરે મતદાન થશે. પરંતું તે પહેલા જ ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ નેતા અને પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલે ભાજપ માંથી ટીકીટ ન મળતાં નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે.
પાર્ટી સામે નારાજગી દાખવીને અપક્ષ ઉમેદવાર કરનાર માવજીભાઈ પટેલનું કહેવું છે કે મને આશા હતી કે પાર્ટી મને ટીકીટ આપશે. જોકે પાર્ટી મારી અને પ્રજાની લાગણી ન સમજી અને મને ટિકિટ ન આપતા મેં આખરે અપક્ષ ઉમેદવારો નોંધાવી છે. અગાઉ હું ભાજપમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભાજપમાં જોડાયો હતો તે વખતના કમિટમેન્ટની મારે હાલ વાત કરવી નથી. જોકે હું કોઈ કારણ વગર તો ભાજપમાં નહિ આવ્યો હોય ને. જોકે હવે કોઈ ભાજપના નેતા મને મનાવવા આવે અને હું માનું તેમાં કોઈ સવાલ નથી. હું મારું ફોર્મ પરત નહિ ખેંચું. તમામ સમાજના લોકો મારી સાથે છે હું ચૂંટણી લડીશ અને ચોક્કસ જીતીશ.
ગુજરાતના 8 શહેરોની પ્રોપર્ટી માટે સરકારનો મોટો નિર્ણય, નોન ટીપી જમીન માટે આપી આ છૂટ
ભાજપના નેતાઓ માવજી પાસે દોડતા ગયા
વાવ પેટા ચૂંટણીમાં ભાજપ નેતા માવજી પટેલની અપક્ષ ઉમેદવારીનો મામલો પેચીદો બન્યો છે. જેથી હવે રિસામણા મનામણાનો દોર શરૂ થયો છે. ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી કનુ વ્યાસ સહિતના નેતાઓ માવજી પટેલને મનાવવા પહોંચ્યા હતા. થરાદ ખાતે આવેલ માવજી પટેલની શેક્ષણિક સંસ્થામાં પૂર્વ સાંસદ પરબત પટેલ, મહામંત્રી કનુ વ્યાસ અને ભાજપ આગેવાન વસંત પુરોહિત તેમને મળવા પહોંચ્યા હતા. માવજીભાઈને મનાવવા ભાજપ આગેવાનોએ માવજીભાઈ સાથે બેઠક કરી હતી. ત્યારે ભાજપ આગેવાનો અને માવજી પટેલ ખાનગી બેઠકને લઈને અનેક તર્કવિતર્ક સર્જાયા છે.
પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર ખેલ બગાડી શકે
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો ખેલ બગાડી શકે છે. જી હાં માવજી પટેલ અને જામાભાઈ પટેલે વાવ બેઠક માટે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. માવજી પટેલે ભાજપમાં બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની ચિંતા વધી છે. અપક્ષ ઉમેદવાર આખું સમીકરણ બદલશે. અપક્ષ ઉમેદવારોના લીધે ચૌધરી અને ઠાકોરના મતમાં ભાગલા પડી શકે છે. ઉલ્લેખનીય છે કે માવજી પટેલ અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ભાજપે સ્વરૂપજીને ટિકિટ આપતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે...2019માં માવજી પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.
92 વર્ષનો ડોસો ભાન ભૂલ્યો, 4 વર્ષની માસુમ બાળાને બાજુમાં બેસાડી કર્યાં અડપલા
વાવ બેઠક પર સ્વરૂપજી અને ગુલાબસિંહ વચ્ચે જંગ
વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે જંગ જામશે. ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર અને કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતને પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે બંને ઉમેદવારે ઉમેદવારી નોંધાવી દીધી છે. 13 નવેમ્બરે વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાવવાની અને 23 નવેમ્બરે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે કોનો સિક્કો ચાલ્યો. મહત્વની વાત એ છે કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની ગેનીબહેન સામે કારમી હાર થઈ હતી, પરંતુ પાર્ટીએ ફરી એક વખત સ્વરૂપજી પર વિશ્વાસ મૂક્યો છે,,હવે સવાલ એ થાય છે કે શું સ્વરૂપજી ઠાકોર આ બેઠક પરથી પ્રજાનો વિશ્વાસ જીતી શકશે?
વાવથી ઉમેદવારની જાહેરાત સાથે કોંગ્રેસમાં ભડકો
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપતા જ કોંગ્રેસમાં ભડકો થયો છે. જી હાં કોંગ્રેસ નેતા ઠાકરશી રબારીએ મોટો દાવો કર્યો છે. કહ્યું--બે મહિનાથી કોંગ્રેસના ઉમેદવાર નક્કી હતા. કોંગ્રેસમાં ફિક્સિંગ ચાલી રહ્યું છે. જ્યાં ઉમેદવાર ફિક્સ હોય ત્યાં રમત રમવાની જરૂર નથી. મને ડમી ફોર્મ ભરવાનું કહ્યું હતું, પરંતુ કોઈ મતલબ નહોતો. ઉમેદવાર નક્કી હતો છતાં કોંગ્રેસના નેતાઓ સૌની લાગણી સાથે રમ્યા. જો કે ઠાકરશીભાઈ એક તરફ કોંગ્રેસના નેતાઓની વિરોધમાં બોલી રહ્યા છે અને એક તરફ કહી રહ્યા છે કે અમે કોંગ્રેસની સાથે જ છીએ, મને કોઈ નારાજગી નથી.
ગુજરાત માટે અંબાલાલની નવી આગાહી, નવેમ્બરની શરૂઆતમાં જ થશે આવું!
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે