Home> Gujarat
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ટાર્ગેટ : આમ આદમી પાર્ટીના આ લોકો છે ભાજપના નિશાન પર

AAP Gujarat : ભાજપનો ટાર્ગેટ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કરતાં AAPના પાંચ ધારાસભ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેઓએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. ભાજપ દિવાળી પહેલાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોને ખેંચી શકે છે

લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ટાર્ગેટ : આમ આદમી પાર્ટીના આ લોકો છે ભાજપના નિશાન પર

BJP Masterplan : સુરતમાં ગત મનપાની ચૂંટણીમાં AAPમાંથી 27 કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતા. આ પહેલાં 4 કોર્પોરેટર AAPમાંથી ભાજપમાં ગયા હતા. આ સાથે અત્યારસુધીમાં કુલ 10 કોર્પોરેટર ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. તેમાં સુરત આપ પાર્ટીમાં વધુ એક ગાબડું પડે તેવી શકયતા સંભળાઈ રહી છે. વધુ 5 કોર્પોરેટર આપ માંથી રાજીનામું આપે તેવી શકયતા છે. વધુ 5 કોર્પોરેટર ગમે તે સમયે રાજીનામું આપી શકે છે. આ કારણે આપના પ્રમુખ ઈસુદાન ગઢવીએ સુરતમાં ધામા નાંખ્યા છે. મોડી રાત સુધી મીટીંગનો દૌર ચાલ્યો હતો. આવામાં પોતાના કોર્પોરેટરને કેવી રીતે બચાવી શકાય તે અંગે પ્લાનિંગ ચાલી રહ્યું છે. પંરતુ જો શક્યતા વચ્ચે વધુ 5 કોર્પોરેટર ભાજપમાં જોડાય તો જે 17 બચ્યા છે, તે ઘટીને 12 સમેટાઈ જાય. આપ ગુજરાત માટે આ સૌથી મોટો ઝટકો છે. 
 
ભાજપની નજર આપના ધારાસભ્યો પર
અરવિંદ કેજરીવાલને CBIનું તેડું આવ્યું ને આ તરફ સુરત AAPના 6 નગરસેવકે પીઠ બતાવી, તમામ 6 કોર્પોરેટર્સે ભાજપનો ખેસ ધારણ કર્યો, અત્યાર સુધીમાં 10ની વિકેટ પડી છે. ભાજપનો ટાર્ગેટ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો કરતાં AAPના પાંચ ધારાસભ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેઓએ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. ભાજપ દિવાળી પહેલાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોને ખેંચી શકે છે. સુરતથી AAPના સફાયાની શરૂઆત, દિવાળી પહેલાં AAPના 5 ધારાસભ્યને પણ BJP ખેંચી શકે છે. 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જે પાંચ MLA ચૂંટાયા તેમાં જામનગર જિલ્લાની જામજોધપુર બેઠક પરથી હેમંત ખવા, જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી ભુપત ભાયાણી, ભાવનગરના ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી, બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સીટ પરથી ચૈતર વસાવા જિત્યા હતા. આ તમામ હાલ ભાજપના ટાર્ગેટ પર હોવાનું કહેવાય છે.   

fallbacks

AAP ગુજરાતના 10 કોર્પોરેટર્સે પડખું ફેરવી લેતા ઈસુદાન ગઢવીએ ગિન્નાયા, જાણો શું કહ્યુ

મહત્વનું છે કે થોડા સમય અગાઉ ભાજપના 4 કોર્પોરેટરે રાજીનામા આપ્યા હતા. હવે વધુ 6 કોર્પોરેટરે આપથી કંટાળીને રાજીનામા ધરી દીધા છે. ત્યારે ઉધનામાં આવેલા ભાજપના કાર્યાલય ખાતે હર્ષ સંઘવી સહિતના નેતાઓની હાજરીમાં આ તમામ 10 કોર્પોરેટરોએ ભાજપને ખેસ ધારણ કરી લીધો છે. 

  • વોર્ડ નં 2ના ભાવનાબેન સોલંકી 
  • વોર્ડ નં 3ના રૂતાબેન ખેની
  • વોર્ડ નં 8ના જ્યોતિબેન લાઠિયા
  • વોર્ડ નં 16ના વિપુલ મોવલિયા
  • વોર્ડ નં 4ના ઘનશ્યામ મકવાણા 
  • વોર્ડ નં 4 ધર્મેન્દ્ર વાવલિયા 
  • વોર્ડ નં 5 અશોક ધામી 
  • વોર્ડ નં 5 કિરણ ખોખાણી 
  • વોર્ડ નં 5નિરાલી પટેલ 
  • વોર્ડ નં 17 સ્વાતિ ક્યાડા 

આજથી નવી જંત્રીના અમલથી આ લોકોના સપના તૂટી શકે છે, આ પ્લાન પર મોટી અસર પડી

સી.આર.પાટીલ અને હર્ષ સંઘવીએ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરિયાની મદદ લઈ આખું ઓપરેશન પાર પાડ્યું હોવાનું કહેવાય છે. ભાજપે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. આવામાં હવે ભાજપ આમ આદમી પાર્ટીનો સફાયો કરવામાં લાગ્યું છે. જો આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ભાજપમાં જાય તો ભાજપના ધારાસભ્યોનું સંખ્યાબળ વધી શકે છે. ભાજપના ધારાસભ્યોની સંખ્યા 156 જ રહે છે. પરંતુ સમર્થિત ધારાસભ્યોની સંખ્યા વધી શકે છે. 

કોંગ્રેસ મુક્ત ગુજરાતની જેમ ભાજપનો ટાર્ગેટ આપ મુક્ત ગુજરાત કરવાનો પણ છે. 2021 ની સુરત મહાનગરપાલિકામાં પહેલીવાર આમ આદમી પાર્ટીએ વિપક્ષનું બિરુદ મેળવ્યુ હતું. 27 કોર્પોરેટર સાથે વિપક્ષનું પદ મેળવ્યુ હતું. 

આજથી ગુજરાતમાં મકાન ખરીદવું મોંઘું બનશે, નવી જંત્રીનો અમલ આજથી લાગુ

ઈસુદાનના ભાજપ પર પ્રહાર
સુરતમાં AAPના 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા તે અંગે ગુજરાત AAPના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, અમારા કોર્પોરેટરોને લોભ-લાલચ આપવામાં આવી છે. ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ભાજપ પાસે ભ્રષ્ટાચારના કરોડો રૂપિયા હોવાનો ઈસુદાન ગઢવીએ આરોપ લગાવ્યો. તો સાથે જ કહ્યુ કે, અમારા નબળા, પોચા મનના લોકોને ડરાવવામાં આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીને ખતમ કરવાનું કાવતરું રચવામાં આવ્યું.

લગાન ફિલ્મ બાદ આ ગામ ગુજરાતના નક્શામાં એવુ ચમક્યું કે આજે બન્યું ‘આદર્શ ગામ’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More