Home> Gujarat
Advertisement
Prev
Next

ભાજપ વરિષ્ઠ મહિલા નેતાનું વિવાદિત નિવેદન, અનામતને ગણાવી માથાનો દુખાવો

Banaskantha: ગુજરાતમાં અનામતને લઈ ફરી રાજકારણ ગરમાયું છે. ભાજપના એક સિનિયર નેતાએ જાહેર પંચ પર અનામતને લઈ નિવેદન આપતા ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના વરિષ્ઠ મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ ખુલ્લેઆમ અનામતનો વિરોધ નોંધાવ્યો છે.

ભાજપ વરિષ્ઠ મહિલા નેતાનું વિવાદિત નિવેદન, અનામતને ગણાવી માથાનો દુખાવો

Banaskantha: આજે સમગ્ર દેશમાં 26 મી જાન્યુઆરીના 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં યોજાયેલા પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ મહિલા નેતાના નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપના વરિષ્ઠ મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ અનામત માથાનો દુખાવો ગણાવી છે. એક તરફ સમગ્ર દેશમાં ભાજપ હંમેશા અનામતનું સમર્થન કરતી આવી છે. ત્યારે આજે પ્રજાસત્તાક દિવસના જ દિવસે બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રદેશ મંત્રીએ ભાભર નગરપાલિકાના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી અનામતનો વિરોધ કર્યો છે. 

fallbacks

આજે ભાભરના આઝાદ ચોકમાં યોજાયેલા પ્રજાસતાક દિનની ઉજવણીમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ ચોકાવનારું નિવેદન આપ્યું હતું. ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ જાહેર પંચ પર ખુલ્લેઆમ કહ્યું કે, આજે પણ અનામત માથાનો દુખાવો બની રહ્યી છે. ભાભર નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં નૌકાબેન પ્રજાપતિનું નિવેદન સામે આવ્યું છે. 

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં ફરી એકવાર કમોસમી સંકટ મચાવશે તોફાન!

ભાજપના મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ જાહેર મંચ પર કહ્યું કે, ક્યાંકને ક્યાંક તૃષ્ટીકરણની રાજનીતિના કારણે અને વોટ બેન્કની નીતિના આધારે આપણે અનામતને આજે પણ દૂર કરી શક્યા નથી. અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે. આજે દેશની અંદર આજે આપણું આર્થિક સ્તર સુધરીને 5માં સ્થાને જઈ રહ્યા છે. ભારતના એક નાગરિક તરીકે આપણે શું ફરજ હોઈ શકે. ભારત અને દેશની જે પ્રોપર્ટી છે જેમની મિલકત છે તે આપણી જ છે મિત્રો. તેનું જતન કરવાની ફરજ આપણી જ છે. માત્ર એક 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવાથી તે રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી. પરંતુ આપણા રગે-રગની અંદર આપણા શરીરની અંદર એક દેશ માટે એક નિષ્ઠા હોવી જોઈએ. 

ગુજરાત ભાજપના સિનિયર મહિલા નેતાએ અનામત મુદ્દે વિસ્ફોટક નિવેદન આપીને ખુલ્લેઆમ અનામતનો વિરોધ નોંધાવ્યો છે. જી હા... ભાજપના વરિષ્ઠ મહિલા નેતા નૌકાબેન પ્રજાપતિએ અનામતને માથાનો દુખાવો ગણાવી છે. સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી હંમેશાં અનામતનું સમર્થન કરતી આવી છે અને હંમેશાં કહેતી રહી છે કે આ દેશમાં બંધારણ છે ત્યાં સુધી અનામતને કોઈ નાબૂદ નહીં કરી શકે. પરંતુ બનાસકાંઠા જિલ્લા ભાજપનાં પ્રદેશ મંત્રીએ ભાભર નગર પાલિકાના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી અનામતનો વિરોધ કર્યો છે. 

ફાયદાના બદલે નુકસાન પહોંચાડે છે હળદરવાળું દૂધ, આ લોકોએ ભૂલથી ન કરવી જોઈએ ભૂલ

આ અંગે ZEE 24 કલાકે બનાસકાંઠા જિલ્લાનાં ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબહેને સાથે કરી વાત કરી હતી. નૌકાબેન પ્રજાપતિએ આપેલા નિવેદન અંગે તેમણે કહ્યું કે, આ કોઈ પાર્ટી વતી નિવેદન નોહતું, આ મારૂ વ્યક્તિગત નિવેદન હતું. જો મારા શબ્દોથી કોઈને હાની પહોંચી હોય તો હું માફી માંગુ છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More