Lok Sabha Election: લોકસભાની ચૂંટણીને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણના દિવસે સીઆર પાટીલે જાહેરાત કરી છે કે આગામી લોકસભામાં 26માંથી 26 બેઠકો જીતીશું. આ પાટીલ 182માંથી 182 બેઠકો જીતવાનો દાવો કરી ચૂક્યા છે. આ ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો જીતીને ભવ્ય જીત મેળવી છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાંથી મોદી સરકારના હાથ મજબૂત કરવા માગે છે. 2019માં 26માંથી 26 બેઠકો જીતીને ભાજપે લોકસભામાં મોદી સરકારને સાથ આપ્યો હતો. હાલમાં ભાજપનો માહોલ છે. હવે લોકસભાની ચૂંટણીને વધારે સમય નથી ત્યારે ભાજપે ફરી તૈયારીઓ આરંભી છે. ગુજરાતમાં ડિસેમ્બર 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી હતી. આ જીતમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલની મહત્વની ભૂમિકા રહી હતી. સીઆર પાટિલે જ્યારે ગુજરાત ભાજપની કમાન સંભાળી તો તેમણે 182 સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો. ચૂંટણીમાં શાનદાર જીત બાદ પણ પાટિલને એક વાતનો અફસોસ રહી ગયો હતો.
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી બાદ હવે બીજેપીનો ટાર્ગેટ લોકસભાની ચૂંટણી છે. બીજેપી હવે 2023ની ચૂંટણીની કામગીરીઓમાં લાગી ગયું છે, ત્યારે ગુજરાતને ઐતિહાસિક જીત અપાવનાર નવા રણનીતિકાર સીઆર પાટીલનું પ્રમોશન થાય તેવી સંભાવના છે. બીજેપી પાટીલની આવડતનો ઉપયોગ લોકસભાની ચૂંટણી તથા અન્ય રાજ્યોની ચૂંટણીમાં કરી શકે છે ત્યારે 2023 માં સીઆર પાટીલને મોટી જવાબદારી મળી શકે છે. પાટીલે ગુજરાતની જીતની પાર્ટી દિલ્હીમાં આપી એ સાબિત કરી દીધું હતુ કે હવે તેમનું કદ વધી રહ્યું છે. સીઆર પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ નજીકના અને વિશ્વાસુ મનાય છે. નરેન્દ્ર મોદી વારાણસી બેઠકના તમામ કામ સીઆરને સોંપતા આવ્યા છે. સાથે જ ઉત્તરપ્રદેશ, બિહાર સહિતની દેશના અન્ય રાજયોની ચૂંટણીમાં સી આર પાટીને મહત્વની જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.
30 વર્ષથી અહીં ચગ્યો નથી પતંગ, ઉત્તરાયણ પર અહીં લોકો રમે છે ક્રિકેટ, જાણો કેમ
VIDEO: શાળાની ગંદકી ન જોઈ શક્યા ગુજરાતના શિક્ષણમંત્રી, સાવરણો ઉપાડી શૌચાલય સાફ કર્યુ
અમદાવાદમાં સસરા જમાઈની જોડી બની માથાનો દુ:ખાવો, બન્નેના કાંડ સાંભળીને ઉડી જશે હોશ
સી આર પાટીલ પ્રથમ એવા ભાજપના પ્રમુખ છે જે નોન ગુજરાતી છે. રાજકારણમાં પ્રથમ પેઢીના એટલે કે રાજકીય ભૂતકાળ ન ધરાવતા પાટીલ પરિવારમાંથી ઉછરીને આવેલી ચંદ્રકાંત રધુનાથ પાટીલનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હોય પણ તેમનું શિક્ષણ સુરતમાં થયું છે. તેઓ 1975માં પિતાના પગલે પોલીસ બેડામાં ભરતી થયા હતા. જો કે રાજકીય ગુણો ધરાવતાં અને સામે પાણીએ તરવામાં માહેર સીઆર પાટીલે પોલીસનું યુનિયન બનાવવા પ્રયત્ન કર્યો હતો. જો કે તેમાં તેઓ ફાવ્યા નહી અને બરતરફ થયા હતા. બાદમાં તેમણે રાજકીય ક્ષેત્રે સંઘર્ષ કર્યો હતો. જેમાં તેઓ ત્રણ વખત સાંસદ બનવાથી લઈને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ બન્યાં છે. દક્ષિણ ગુજરાતમાં પાટીલ એક તરફી દબદબો ધરાવે છે.
વધુ વિગતો માટે જુઓ વીડિયો
જુલાઈ 2020માં પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળનારા સીઆર પાટીલ નવસારીથી ત્રીજીવાર સાંસદ બન્યા હતા, તેના બાદ તેઓએ સતત બીજેપીને જીત અપાવી છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેઓએ પોતાની જવાબદારી બખૂબી નિભાવી. પાર્ટીને ઐતિહાસિક જીત મળી. ત્યારે હવે પાટીલને પ્રમોશન મળવાનું લગભગ નક્કી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે