Surendra Nagar News : લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર ધારાસભ્યની ખાનગી કારને મોડી રાત્રે અકસ્માત નડ્યો હતો. કાનપરા ગામના પાટિયા પાસે ઉપલેટાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડિયા ખાનગી કારમાં જઈ રહ્યા હતા તે દરમિયાન મૃત ભેંસ સાથે કાર અથડાતા સર્જાયો હતો. અકસ્માતમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ રાજકોટ જીલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડિયાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જોકે, મોટી જાનહાનિ ટળી હતી. પરંતું અકસ્માતમાં કારને મોટાપાયે નુકશાન પહોચ્યું હતું.
ઉપલેટાના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલીયા અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી રવિભાઈ માકડીયા મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ કારમાં જઇ રહ્યા હતા ત્યારે લીંબડી પાસે ભેંસ સાથે કાર અથડાઇ હતી. જેમાં ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા ભાજપ મંત્રીને ઇજાઓ પહોંચી હતી.
PCR વાનમાં દારૂની મહેફિલ : હેડ કોન્સ્ટેબલે મિત્રો સાથે દારૂ પીધો
ધારીના MLA જે.વી. કાકડીયાની કારે બાઈક સવારને લીધો અડફેટે
અમરેલીમાં ધારીના ધારાસભ્યની કારની અડફેટે એક યુવાનને ઈજાગ્રસ્ત થયો છે. ધારાસભ્ય જે.વી.કાકડીયાની કારે યુવાનને અડફેટે લીધો હતો. ધારીના છતડિયાના પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો.જેમાં અકસ્માતમાં ઘાયલ કેતન નામનો યુવાન અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ગાઢ ધુમ્મસને કારણે મુસાફરો અટવાયા : અમદાવાદ એરપોર્ટથી આ શહેરોમાં જતી ફ્લાઈટને અસર
ગુજરાતની આ પાલિકાની તિજોરી થઈ ગઈ ખાલી, સરકાર પાસે માંગી વ્યાજ વગરની લોન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે