Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાતના અનેક જિલ્લાઓની સરહદો પાડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ત્યારે આ બોર્ડર પર સાવચેતીના ભાગરૂપે કેટલાક પગલા લેવામાં આવ્યા છે.
બનાસકાંઠા ઝીરો પોઈન્ટ પ્રવાસીઓ માટે બંધ
ભારત દ્વારા ઓપરેશન સિંદૂર એરસ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર પ્રવાસીઓને જવા ઉપર પ્રતિબંધ મૂકાયો છે. પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર નહિ જઈ શકે. પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે. નડાબેટ ખાતે થતી BSF પરેડ પણ શનિવારથી બંધ કરાઈ છે.
ગુજરાતની સુરક્ષામાં વધારો કરાયો
ભારત દ્વારા ઓપરેશન સિંદૂર એરસ્ટ્રાઇક બાદ બનાસકાંઠાની ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર સુરક્ષામાં વધારો કરાયો છે. ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ ઉપર પ્રવાસીઓના જવા ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે જેથી હવે પ્રવાસીઓ ફક્ત નડાબેટના ટુરિઝમ પ્રદર્શની સુધી જ જઈ શકશે. ઉલ્લેખનીય છે કે નડાબેટ ખાતે થતી BSF પરેડ પણ શનિવારથી બંધ કરાઈ છે. નડાબેટ ટુરીઝમ પોઇન્ટ પ્રવાસીઓ વિના સુમસામ જોવા મળી રહ્યો છે. આજે સાંજે નડાબેટ BSFના પરેડ ગ્રાઉન્ડ પર મોકડ્રિલ યોજાશે. તેમજ બોર્ડરને અડીને આવેલા ગામડાઓમાં લોકોને તંત્ર દ્વારા સુરક્ષા અને સાવચેતી માટેની જાગૃતિ સતત અપાઈ રહી છે.
ગુજરાતમાં હજી પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આ જિલ્લાઓને આપ્યું રેડ એલર્ટ
ભુજ એરપોર્ટ બંધ
ઑપરેશન સિંદૂરને પગલે ગુજરાતમાં ઈન્ડો-પાક બોર્ડરની નજીક આવેલા કચ્છ જિલ્લાનું ભુજ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. મુંબઈ-અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરી દેવાઈ છે. કચ્છ એરપોર્ટ પર એલર્ટ જાહેર કરાયું છે.
યુદ્ધ માટે જ ભુજ એરપોર્ટનો ઉપયોગ કરાશે
પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદ કચ્છમાં એલર્ટ જાહેર કરાયું છે. ભુજ એરપોર્ટ ત્રણ દિવસ માટે તમામ ફ્લાઈટ સ્થગિત કરાઈ છે. ભુજ એરપોર્ટથી રાજકોટ, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. ભુજ એરપોર્ટનો કબજો BSF અને CSIF દ્વારા લેવામાં આવ્યો છે. એરફોર્સ દ્વારા યુદ્ધ સમયે ભુજ એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. 1971ના યુદ્ધ સમયે પાકિસ્તાને ભુજ એરપોર્ટના રન-વે પર હુમલો કર્યો હતો. સંવેદનશીલ એરપોર્ટ હોવાથી સુરક્ષા વધારવામાં આવી છે. ભુજ એરપોર્ટથી પાકિસ્તાન બોર્ડર 180 કિલોમીટર દૂર આવેલી છે.
બોર્ડર પર ખાસ તાલીમ
સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ માં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતના બોર્ડરના જિલ્લાઓમાં સાવચેતીના પગલાં સહિતના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, સિવિલ ડિફેન્સ ડીજી મનોજ અગ્રવાલ, રાહત કમિશનર આલોક પાંડે હાજર રહ્યા હતા.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી... We Will Blast Your Stadium
બોર્ડરના પરના સ્થાનિકોએ શું કહ્યું...
પહેલગામમાં નિર્દોષ લોકોને આતંકીઓ દ્વારા મોતને ઘાટ ઉતારતા સમગ્ર દેશમાં આતંકીઓ અને પાકિસ્તાન સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો અને દેશવાસીઓ પાકિસ્તાનને જડબેસલાક જવાબ આપવાની માંગ કરી રહ્યા હતા તેવામાં ભારતીય સેન્ય દ્વારા પાકિસ્તાનમાં આવેલ આતંકીઓના 9 ઠેકાણા ઉપર ઓપરેશન સિંદૂર અંતર્ગત એર સ્ટાઇક કરીને આતંકીઓના અડ્ડાઓ નેસનાબૂદ કરીને આતંકીઓને મોતને ઘાટ ઉતારતા દેશવાસીઓમાં ભારે ખુશી જોવા મળી રહી છે ત્યારે ઝી મીડિયાની ટિમ ભારત-પાકિસ્તાન બોર્ડર પરના સુઇગામ ખાતે પહોંચી હતી જ્યાં સ્થાનિક લોકોએ હિન્દુસ્તાન જીંદાબાદ અને પાકિસ્તાન મુરદાબાદના નારા લગાવ્યા હતા અને ત્યાંના સ્થાનિક લોકો સાથે વાત કરતા ભારતના ઓપરેશન સિંદૂરને લઈને લોકોએ ભારે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે ભારત સરકાર અને સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે અમને ભારતીય સેના ઉપર ગર્વ છે પાકિસ્તાનમાં રહેલા એક એક આતંકીઓને શોધીને ઠાર કરવા જોઈએ જેથી પહેલગામ જેવી કોઈ બીજી ઘટના ન બને અને કોઈ નિર્દોષોનો ભોગ ન લેવાય.જોકે સુઇગામ બોર્ડર ઉપર રહેતા સ્થાનિક લોકોએ કહ્યું કે અમે કોઈપણ પરિસ્થિતિમાં ભારતની BSF અને આર્મી સાથે છીએ.અને બોર્ડર ઉપર રહીએ છીએ પણ અમને કોઈ જ ડર કે ભય નથી.પાકિસ્તાનના ટુકડા કરી દેવા જોઈએ અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ ભારતે લઈ લેવું જોઈએ.
ગુજરાતના ખેડૂતો માટે ખાસ સૂચના, આ યોજનાના લાભાર્થી પહેલા કરી આ કામ, નહિ મળે હપ્તો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે