ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના 2020-21ના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે મોટી જાહેરાત કરાઈ છે. ગુજરાતના નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે સરકારે બજેટમાં કુલ 11243 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. રાજયમાં લોકપ્રિય થયેલ મુખ્યમંત્રી અમૃતમ મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત અંદાજે 77 લાખ કુટુંબની નોંધણી થયેલ છે અને અત્યાર સુધી 3710 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે 25 લાખથી વધુ કલેઈમનો લાભાર્થીઓને લાભ આપ્યા, જે માટે રૂ. ૧૧૦૫ કરોડની જોગવાઇ કરી છે.
આ ઉપરાંત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના માટે રૂ. 450 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરી વિસ્તારના નાગરિકોને ઝડપી સારવાર મળી રહે, સગર્ભા મહિલાઓની નિયમિત આરોગ્ય તપાસ થાય, જરૂરી માર્ગદર્શન અપાય, સમયસર જરૂરી પોષક આહાર અપાય, બાળકોનું સંપૂર્ણ રસીકરણ થાય અને ઇન્દ્રધનુષ કાર્યક્રમનો 100 ટકા અમલ થાય તે માટે શહેરી વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટરો ચલાવવામાં આવી રહ્યા છે. જેનો વ્યાપ વધારવા 10,૦૦૦ની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરવાની હું જાહેરાત કરું છું તેવું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું. આ અર્બન હેલ્થ સેન્ટરમાં એમબીબીએસ કે આયુષ ડોકટર દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવશે. આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂ.80 કરોડની જોગવાઇ કરાઈ છે.
મોટો લોચો... સ્ટીકર મારીને સરકારે ખેડૂતોની આત્મહત્યાના સાચા જવાબો છુપાવ્યા
3 નવી મેડિકલ કોલેજ મળશે
કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવા તેમજ એમ.બી.બી.એસ ની હયાત સીટમાં વધારો કરવા ગુજરાતમાં આ વર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજોની જાહેરાત કરી છે. જેમાં નવસારી, રાજપીપળા અને પોરબંદર ખાતે શરૂ કરવાની મંજૂરી આપી છે. જેથી હવે રાજ્યમાં કુલ ૩૨ મેડિકલ કોલેજો થશે. આ ત્રણેય શહેરોની હયાત સરકારી હોસ્પિટલોને મેડિકલ કોલેજ સમકક્ષ બનાવવા અને નવી કોલેજ, હોસ્ટેલ વગેરેના નિર્માણ માટે જોગવાઈ રૂ.૧૨૫ કરોડ ફાળવાયા છે. પીડીયુ કોલેજ, રાજકોટ તથા મેડિકલ કોલેજ, ભાવનગર ખાતે એમબીબીએસની 100 અને અનુસ્નાતકની 64 સીટનો વધારો કરવાના આનુષંગિક કામો માટે 73 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.
આરોગ્ય ક્ષેત્રે અન્ય જાહેરાતો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે