Home> Gujarat
Advertisement
Prev
Next

થોડીવારમાં રજૂ થશે ગુજરાતનું બજેટ, નાણામંત્રી બેગ લઈને વિધાનસભા પહોંચ્યા, જાણો તે પહેલા મુખ્યમંત્રીએ શું કહ્યું...

Gujarat Budget 2023 : આજે  ગુજરાત સરકારનું 2023-24નું બજેટ થશે રજૂ.....નાણામંત્રી કનુ દેસાઈ પહોંચ્યા વિધાનસભા..... નવી સરકારનું પહેલું બજેટ કરશે રજૂ....

થોડીવારમાં રજૂ થશે ગુજરાતનું બજેટ, નાણામંત્રી બેગ લઈને વિધાનસભા પહોંચ્યા, જાણો તે પહેલા મુખ્યમંત્રીએ શું કહ્યું...

Gujarat Budget 2023 : આજે ગુજરાત સરકારનું 2023-24નું બજેટ રજૂ થશે. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈ બેગ લઈને ગુજરાત વિધાનસભા પહોંચી ગગયા છે. તેઓ બજેટ બ્રીફકેસ સાથે વિધાનસભામાં પ્રવેશ કર્યો. ત્યારે નાણાં વિભાગના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે ભુપેન્દ્ર પટેલની સરકારનું બીજું બજેટ રજૂ થશે. બજેટ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, વિકસિત ગુજરાતમાં આગળ વધવાનું આ બજેટ હશે. ભાજપ પર વિશ્વાસના અમૃતકાળનું હશે આ બજેટ. નાણામંત્રી કનુ દેસાઈ આજે રજૂ કરશે બજેટ 

fallbacks

તો નાણામંત્રી કનુ દેસાઈ બેગ લઈને વિધાનસભા  પહોંચતા જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્યની પ્રજાની અપેક્ષા પૂર્ણ કરતું બજેટ હશે. તો સાથે જ યુવાઓની આકાંક્ષાઓ પૂર્ણ કરતું બજેટ હશે.

આ પણ વાંચો : 

અન્ય વિધાનસભા અને સંસદની જેમ ગુજરાત પાસે નથી આ સુવિધા, 14 વર્ષથી છે પ્રતિબંધ

શાળા-કોલેજની પરીક્ષામાં ચોરી કરતા પકડાયા તો તેની સજા મુદ્દે લેવાયો આ નિર્ણય

વિધાનસભા ગૃહની કામગીરી શર થઈ છે. પ્રશ્નોત્તરી કાળ સાથે ગૃહની કામગીરી શરૂ થઈ છે. ગુજરાત વિધાનસભામાં માહિતી આપવામાં આવી કે, છેલ્લા બે વર્ષમાં પેપર લીકના 5 ગુનાઓ નોંધાયા છે. 121 લોકો સામે ફરિયાદ કરાઈ અને 101 ગુનેગારની ધરપકડ કરાઈ છે. તો હજુ 20 ગુનેગારો ઘરપકડ બાકી હોવાનું ગૃહ વિભાગે સ્વીકાર કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાના સવાલમાં સરકારે આ લેખિતમાં જવાબ આપ્યો. 

અમિત ચાવડાએ વિધાનસભામાં સરકારને સવાલ પૂછ્યો કે, દીકરીઓને બચાવવા માટે કોઈ બિલ લાવવું છે? મહિલા વિરુદ્ધ ગુનાહમાં સરકાર કોઈ કડક પગલાં લેશે? વર્ષ 2014થી પોક્સોના કેસ ગુજરાતમાં વધ્યા છે. છેલ્લા 8 વર્ષમાં 14522 પોક્સો હેઠળ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : 

રીક્ષામાં સવાર આખા નાયક પરિવારને મોત ભરખી ગયું, પાદરા પાસે અકસ્માતમાં 5 ના મોત

પાટીદાર મુખ્યમંત્રીની ઝોળીમાંથી શું નીકળશે, આજના બજેટ પર નાગરિકોની નજર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More