Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક

ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોના વડા શમશેર સિંઘ હવે દિલ્હીમાં ડેપ્યુટેશન પર જશે. 1991 ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીને બીએસએફમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. 

ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક

ગાંધીનગરઃ ગુજરાત કેડરમાં ફરજ બજાવતા વધુ એક આઈપીએસ અધિકારીને કેન્દ્રમાં મોટી જવાબદારી મળી છે. ગુજરાત ACB ના વડા શમશેર સિંઘને બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફના ADG બનાવાયા છે. શમશેર સિંઘ 1991ના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. શમશેર સિંઘ 31 માર્ચ 2026 સુધી બીએસએફમાં કાર્યરત રહેશે. 

fallbacks

કોણ છે શમશેર સિંઘ
ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી શમશેર સિંઘ મૂળ હરિયાણાના વતની છે. તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી દિલ્હીથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું છે. તેઓ 1991માં ગુજરાત કેડરમાં આઈપીએસ અધિકારી તરીકે જોડાયા હતા. ત્યારબાદ ગુજરાતમાં અનેક જગ્યાએ તેમણે કામ કર્યું છે. વર્તમાનમાં શમશેર સિંઘ ગુજરાત એસીબીની જવાબદારી સંભાળી રહ્યાં છે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો

શમશેર સિંઘ ગુજરાતમાં ઘણા શહેરોના પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. હવે તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More