Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરાઈ

કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત ન કર્યું હોય. રાજ્ય સરકાર દ્વારા કોરોના (Coronavirus) ના સંક્રમિત દર્દીઓ માટેની ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં પોઝિટિવ લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર અપાય છે. તો સાથે સાથે શંકાસ્પદ દર્દીઓને પણ અહીં રાખવામાં આવે છે. અમદાવાદ (Ahmedabad) ની પ્રખ્યાત કેન્સર હોસ્પિટલમાં આ સારવાર શરૂ કરાઈ છે. 

અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની સારવાર શરૂ કરાઈ

મૌલિક ધામેચા/અમદાવાદ :કોરોનાનું સંક્રમણ અટકાવવા રાજ્ય પ્રશાસન યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે. એક પણ ક્ષેત્ર એવું નથી કે જેમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત ન કર્યું હોય. રાજ્ય સરકાર દ્વારા કોરોના (Coronavirus) ના સંક્રમિત દર્દીઓ માટેની ડેઝિગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં પોઝિટિવ લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર અપાય છે. તો સાથે સાથે શંકાસ્પદ દર્દીઓને પણ અહીં રાખવામાં આવે છે. અમદાવાદ (Ahmedabad) ની પ્રખ્યાત કેન્સર હોસ્પિટલમાં આ સારવાર શરૂ કરાઈ છે. 

fallbacks

કેન્દ્ર સરકારનો મોટો લોચો, માત્ર એક એક્ટિવ કેસ છતાં જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોનમાં મૂક્યું

રાજ્યમાં કોરોનાના વધતા દર્દીઓને ધ્યાને લઇને રાજ્ય સરકારે અન્ય સરકારી હોસ્પિટલો તેમજ ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ સેન્ટર તરીકે ચાલુ કરવા કાર્યવાહી હાથ ધરી છે. તેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કાર્યરત ગુજરાત રિસર્ચ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત કેન્સર હોસ્પિટલની નવનિર્મિત ઇમારતને પણ હવેથી કોવિડ સેન્ટર તરીકે કાર્યરત કરાઇ છે. 262 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલમાં પણ હવે દર્દીઓ સારવાર માટે દાખલ કરી શકાશે.

અમદાવાદમાં કોરોનાના કુલ 3293 કેસ, જોધપુર વિસ્તારમાં પણ વધ્યા કેસ

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર શશાંક પંડ્યાએ જણાવ્યું છે કે, 262 બેડની કેપેસિટી ધરાવતી આ સંસ્થામાં 150 તબીબો, 150 નર્સિંગ સ્ટાફ, 50 ટેકનિશિયન, 50 પેરામેડિકલ સ્ટાફ, 120 સેવકો કાર્યરત છે. હાલ એક વોર્ડમાં કોરોનાના પોઝિટિવ લક્ષણો ધરાવતા 9 દર્દીઓ દાખલ કરાયેલા છે. એટલું જ નહી બે આઈ.સી.યુ વોર્ડમાં 20 બેડની સુવિધા છે. તથા 22 વેન્ટિલેટર ઉપલબ્ધ છે. સાથે સાથે દરેક બેડ વેન્ટિલેટરમાં કન્વર્ટ થઇ શકે તેવી વિશેષ સુવિધા પણ છે.

ગાંધીનગર-બોટાદમાં કોરોનાને કન્ટ્રોલ કરવા 2 વરિષ્ઠ સચિવોને સોંપાઈ જવાબદારી

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની સૂચનાના પગલે 1200 બેડની હોસ્પિટલ માટે ખાસ નિમાયેલા ડેપ્યુટી કલેક્ટર ધવલ જાની તથા અન્ય ઉચ્ચ અધિકારીઓએ આજે આ કેન્સર હોસ્પિટલની મુલાકાત લઇ ક્ષમતા અને સુવિધાઓ અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More