Home> Gujarat
Advertisement
Prev
Next

મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રુટને કમલમ્ ગણાવી કહ્યું આ નામથી ભડકવાની જરૂર નથી અને આખા હોલ હસી પડ્યોં

મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વર્ષોથી પડતર હોય તેવી સરકારી જમીન ખેડૂતોને ભાડે આપવામાં આવશે. તેમાં તેઓ બાગાયતી કે આયુર્વેદિક ખેતી કરી શકશે. તે માટે તેમને પહેલા પાંચ વર્ષ સુધી એક પણ રૂપિયા ભાડુ ચુકવવાનું રહેશે નહી. ત્યાર બાદ સરકાર દ્વારા ભાડુ વસુલવામાં આવશે. જેમાં બોર કરવાથી માંડીને અનેક પ્રકારની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. અને તેમાં સબસીડી પણ આપવામાં આવશે. 

મુખ્યમંત્રીએ ડ્રેગન ફ્રુટને કમલમ્ ગણાવી કહ્યું આ નામથી ભડકવાની જરૂર નથી અને આખા હોલ હસી પડ્યોં

ગાંધીનગર : મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વર્ષોથી પડતર હોય તેવી સરકારી જમીન ખેડૂતોને ભાડે આપવામાં આવશે. તેમાં તેઓ બાગાયતી કે આયુર્વેદિક ખેતી કરી શકશે. તે માટે તેમને પહેલા પાંચ વર્ષ સુધી એક પણ રૂપિયા ભાડુ ચુકવવાનું રહેશે નહી. ત્યાર બાદ સરકાર દ્વારા ભાડુ વસુલવામાં આવશે. જેમાં બોર કરવાથી માંડીને અનેક પ્રકારની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. અને તેમાં સબસીડી પણ આપવામાં આવશે. 

fallbacks

બળાત્કાર દ્વારા વેપારીઓને ફસાવવાનું કાવતરૂ, ક્રાઇમબ્રાંચની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા

જો કે મુખ્યમંત્રી દ્વારા એક વિચિત્ર જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેમણે બેંકોકમાં સૌથી વધારે પાકતાં ડ્રેગન ફ્રૂટનું નામ કમલમ હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ફળની ખેતી હવે ગુજરાતમાં પણ ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહી છે. પરંતુ તેનું ડ્રેગન ફ્રૂટ નામ શોભતું નથી. માટે આપણે હવેથી આ ફ્રુટને કમલમ્ અથવા કમલમ્ ફ્રુટ કહીશું. આ નામ શોભે તેવું નહી હોવાનાં કારણે તેને સંસ્કૃત નામ આપવામાં આવ્યું છે. જેથી લોકોએ કમલમ્ નામથી ભડકવાની જરા પણ જરૂર નથી. જો કે મુખ્યમંત્રીએ રમુજ કરતા સમગ્ર હોલમાં હસાહસી ફેલાઇ ગઇ હતી. 

ગુજરાતી ગર્લને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીમમાં મળ્યું સ્થાન

ડ્રેગન ફ્રુટને કમલમ નામ આપવા અંગે સીએમએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમે નવી પેટન્ટ માટે અરજી કરી દીધી છે. ડ્રેગન ફ્રુટ નામ યોગ્ય નથી. જેના કારણે ગુજરાતમાં કમલમ નામ આપ્યું છે. જો કે ડ્રેગન ફ્રુટનું ઓછું હોય તેમ સુરત અકસ્માત મુદ્દે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રસ્તાનો ફુટપાથ સુવા માટે નથી. શેલ્ટર હોમમાં આરામ કરવો જોઇએ. ફુટપાથ સુવા માટેની જગ્યા નથી. શેલ્ટર હાઉસ સરકાર દ્વાર એટલા માટે જ ઉભા કરવામાં આવ્યા છે કે, જેથી શ્રમજીવી વર્ગ આરામથી નિંદ્રા માણી શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More