Home> Gujarat
Advertisement
Prev
Next

આખરે નીતિન પટેલનું દર્દ છલકાયું, જાહેરમાં કહ્યું-હવે નાથિયા જેવા થઈ ગયા

મોઢે આવેલો કોળિયો કોઈ છીનવીને લઈ જાય તો કેવુ લાગે. આવુ જ કંઈક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે થયુ. મુખ્યમંત્રીના પદથી સાવ નજીક પહોંચી ગયા બાદ પણ તેમને પદ ન મળ્યું. તેમની ગુજરાતના મુખ્યમંત્રી (gujarat cm) બનવાની ઈચ્છા ક્યારેય પૂરી ન થઈ શકી. ગુજરાતની નવી સરકારની જાહેરાત બાદ આખરે પહેલીવાર જાહેરમાં નીતિન પટેલ (Nitin Patel) નુ આ દર્દ છલકાયુ હતું. મોરબીના એક કાર્યક્રમમાં તેમણે જાહેરમાં એક નિવેદન આપ્યુ હતું. 

આખરે નીતિન પટેલનું દર્દ છલકાયું, જાહેરમાં કહ્યું-હવે નાથિયા જેવા થઈ ગયા

હિમાંશુ ભટ્ટ/મોરબી :મોઢે આવેલો કોળિયો કોઈ છીનવીને લઈ જાય તો કેવુ લાગે. આવુ જ કંઈક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે થયુ. મુખ્યમંત્રીના પદથી સાવ નજીક પહોંચી ગયા બાદ પણ તેમને પદ ન મળ્યું. તેમની ગુજરાતના મુખ્યમંત્રી (gujarat cm) બનવાની ઈચ્છા ક્યારેય પૂરી ન થઈ શકી. ગુજરાતની નવી સરકારની જાહેરાત બાદ આખરે પહેલીવાર જાહેરમાં નીતિન પટેલ (Nitin Patel) નુ આ દર્દ છલકાયુ હતું. મોરબીના એક કાર્યક્રમમાં તેમણે જાહેરમાં એક નિવેદન આપ્યુ હતું. 

fallbacks

મોરબીમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે પોતાના હૃદયની લાગણી જાહેરમાં વ્યક્ત કરી હતી. ખોખરા હનુમાન ધામ ખાતે કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલયના ઉદઘાટન સમારોહમાં નીતિન પટેલે હાજરી આપી હતી. જેમાં તેમણે કહ્યું કે, ‘હું નાયબ મુખ્યમંત્રી હતો ત્યારે મને આમંત્રણ મળ્યુ હતું. જો હવે અને હું નાથિયા જેવા થઇ ગયા છે. 

સાથે જ તેમણે એક ગુજરાતી કહેવત ‘નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ" ટાંકીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More