Gujarat Tourism : ગુજરાતના દરિયા કાંઠે ડોલ્ફિનની વસ્તી ૬૮૦ નોંધાઈ છે. ગુજરાતના વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ગણતરી અનુસાર રાજ્યમાં ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફીન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના છે.
અન્ય વિસ્તારોની વાત કરીએ તો, કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮, ભાવનગરમાં ૧૦ તેમજ મોરબીના દરિયાકાંઠાના ક્ષેત્રોમાં ૪ ડોલ્ફિન જોવા મળી છે.આ ડોલ્ફિન દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની છે.
આવી રહ્યું છે વાવાઝોડું, અંબાલાલ પટેલે ઓક્ટોબરની આ તારીખ સાથે કરી ખતરનાક આગાહી
વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલી આ ગણતરી વૈજ્ઞાનિકો, નિરીક્ષકો, ક્ષેત્ર સહાયકો સહિત ૪૭ વિશેષજ્ઞ જોડાયા હતા.
સૌથી વધુ ડોલ્ફિન ગુજરાતના આ દરિયામાં છે
સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના. કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮ વિસ્તારમાં ડોલ્ફિન મળી. ભાવનગરમાં ૧૦ તેમજ મોરબીમાં ૪ ડોલ્ફિન જોવા મળી.
મુકેશ અંબાણીએ એમ જ નથી કર્યા પ્લાન સસ્તા, 1 કરોડ લોકોએ Jio છોડ્યું, જાણો કારણ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે