Home> Gujarat
Advertisement
Prev
Next

7 ધારાસભ્યોએ કોંગ્રેસના પીઠમાં ભોંક્યુ ખંજર, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી પક્ષનો જ ખેલ કરી નાંખ્યો

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર... કોંગ્રેસના 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કર્યુ ક્રોસ વોટિંગ, જાણો કોણ છે કોંગ્રેસના કટપ્પા

7 ધારાસભ્યોએ કોંગ્રેસના પીઠમાં ભોંક્યુ ખંજર, રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી પક્ષનો જ ખેલ કરી નાંખ્યો

ગાંધીનગર :રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગુજરાતના એક ધારાસભ્યએ ખુદ સ્વીકાર્યુ હતું કે તેમણે ક્રોસ વોટિંગ કર્યુ હતું. ત્યારે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર ધારાસભ્યોના નામ આખરે સામે આવ્યા છે. એક-બે નહિ, કુલ 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યુ છે. આ તમામ કોંગ્રેસના ધારાસભ્યો છે, જેણે કોંગ્રેસના જ પીઠમાં ખંજર ભોંક્યુ છે.

fallbacks

ZEE 24 કલાકને સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ 7 લોકોએ ક્રોસ મતદાન કર્યું છે. સૂત્રોના અનુસાર કોંગ્રેસના 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાનું અનુમાન સામે આવી રહ્યું છે. સૂત્રોના અનુસાર કોંગ્રેસના 7 ધારાસભ્યોએ પાર્ટીના આદેશ વિરૂદ્ધ મત આપ્યો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી NDA ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને મત આપ્યો. 

આ પણ વાંચો : લઘુમતીના નિવેદન પર બજરંગ દળ ગિન્નાયુ, શાહીથી કોંગ્રેસ કાર્યાલયનું નામ ‘હજ હાઉસ’ કર્યું  

આ ધારાસભ્યોએ કર્યું ક્રોસ વોટિંગ

  • કોંગ્રેસના 7 ધારાસભ્યોમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસાયોનું નામપણ સામે આવ્યું છે. સૂત્રો અનુસાર લલિત વસોયાએ ક્રોસ મતદાન કર્યું છે. 
  • જૂનાગઢના ધારાસભ્ય હર્ષદ રીબડીયા 
  • પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ
  • જામનગરના ધારાસભ્ય ચિરાગ કાલરીયા
  • પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલ
  • જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી કોંગ્રેસ નારાજ છે તે સ્પષ્ટ દેખાઈ આવ્યુ છે. ત્યારે ધારાસભ્ય હિંમતસિંહ પટેલે ક્રોસવોટિંગ પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ધારાસભ્યો ક્રોસવોટિંગ કરે તે ગેરબંધારણીય છે. પાર્ટી, જનતાના વિશ્વાસ બાદ ક્રોસવોટિંગ થાય તે ખોટું છે. ક્રોસ વોટિંગ અટકાવવા ઓપન બેલેટથી ચૂંટણી થવી જોઈએ.

ક્રોસ વોટિંગ કરનારા સામે કોંગ્રેસ લેશે પગલા 
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રોપદી મુર્મુનો વિજય થયો છે. તો બીજી તરફ ચૂંટણી દરમિયાન ગુજરાત સહિત કેટલાક રાજ્યમાં ક્રોસ વોટિંગની પણ ઘટના સામે આવી છે. હવે ક્રોસ વોટિંગને લઈને ગુજરાત કોંગ્રેસ એક્શનમાં આવી છે. ક્ષ સાથે ગદ્દારી કરનાર ધારાસભ્યોને શોધવા કમિટી રચાશે.  ટુંક સમયમાં રિપોર્ટ તૈયાર કરી પગલાં ભરવાની ભલામણ સાથે કેન્દ્રીય નેતૃત્વને આ રિપોર્ટ મોકલાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More