Home> Gujarat
Advertisement
Prev
Next

અંતિમ દિવસે કોંગ્રેસમાં મોટો ઉલટફેર! કોંગ્રેસે હાલોલ બેઠક પર અંતિમ ઘડીએ મેન્ડેટ બદલ્યું, અનિશ બારિયાનું નામ જાહેર

આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માં મોટો ઉલટફેર જોવા મળી શકે છે. કોંગ્રેસની ગત રાત્રિએ જાહેર થયેલ યાદીના ઉમેદવાર છેલ્લી ઘડીએ બદલાયા છે.

અંતિમ દિવસે કોંગ્રેસમાં મોટો ઉલટફેર! કોંગ્રેસે હાલોલ બેઠક પર અંતિમ ઘડીએ મેન્ડેટ બદલ્યું, અનિશ બારિયાનું નામ જાહેર

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અંતિમ ઘડીએ કોંગ્રેસે કેટલાક ઉમેદવારના નામ જાહેર કર્યા છે. પરંતુ હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. હાલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે અંતિમ ઘડીએ મેન્ડેટ બદલ્યું છે. આ ઉપરાંત હાલોલ વિધાનસભા બેઠક પર 12 કલાકની અંદર ઉમેદવાર બદલી નાખવામાં આવ્યા છે. અગાઉ ગોધરાના પૂર્વ MLA રાજેન્દ્રસિંહને મેન્ડેટ અપાયુ હતુ. જેથી હવે અંતિમ ઘડીએ નામ બદલાતા કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

fallbacks

આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસ છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ માં મોટો ઉલટફેર જોવા મળી શકે છે. કોંગ્રેસની ગત રાત્રિએ જાહેર થયેલ યાદીના ઉમેદવાર છેલ્લી ઘડીએ બદલાયા છે. હાલોલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ મોડી રાત્રે મેન્ડેટ બદલાયું છે. અંતિમ યાદીમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના નામની હાલોલ બેઠક માટે જાહેરાત થઈ હતી.

રાજેન્દ્રસિંહ પરમારે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી, જે પાર્ટીએ અવગણતાં રાજેન્દ્રસિંહ પરમારે હાલોલથી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. રાજેન્દ્રસિંહ પરમારે હાલોલ ચૂંટણી લડવા ના કહેતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસ દ્વારા મેન્ડેટ અપાયું છે. અંતિમ ઘડીએ પક્ષને ઉમેદવાર બદલવાની ફરજ પડી છે. આ સાથે જ કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More