ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દીક પટેલે (Hardik Patel) ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ પર જવાબ આપ્યા હતા. પંજાબમાં કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ હવે પ્રશાંત કિશોરની એન્ટ્રી થશે. તે મામલે હાર્દિક પટેલે ખુલાસો કર્યો કે, ગુજરાત કોંગ્રેસ (gujarat congress) નો એક એક ધારાસભ્ય પ્રશાંત કિશોર છે. પ્રશાંત કિશોરની સ્ટ્રેટેજીમેકર્સ છે. પાર્ટી હાઈકમાન્ડ તેમને સ્ટેટર્જી મેકર્સ તરીકે મોકલશે તો તેમનું સ્વાગત કરીશું. પક્ષનો નિર્ણય શિરોમાન્ય રહેશે.
હાઈકમાન્ડનો નિર્ણય માથે ચઢાવીશું
ગુજરાત કોંગ્રેસમાં હજી પણ પ્રમુખ અને વિપક્ષના નેતાનું પદ ખાલી છે. તાજેતરમાં કોંગ્રેસના નવા પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma) એ જાહેરાત કરી હતી કે, જલ્દી જ ગુજરાત કોંગ્રેસમાં નવી નિમણૂંકો થશે. ત્યારે હાર્દિક પટેલને આ મામલે સવાલ પૂછતા તેમણે આડકતરી રીતે ઈશારો કરતા કહ્યુ હતુ કે, મે પદ માટે કોઇ દાવો કર્યો નથી. મને માત્ર ૨૮ વર્ષની ઉંમરે કાર્યકારી પ્રમુખ બનાવ્યો છે. પાર્ટીએ મને ઘણું આપ્યું છે, હવે મારે આપવાનું છે. હાઇકમાન્ડ જે નિર્ણય કરશે તે માથે ચઢાવીશું. હજી અમારા પ્રમુખ અને વિપક્ષના નેતાના રાજીનામા મંજુર થયા નથી. તેમની આગેવાનની સતત કાર્ય ચાલી રહ્યું છે.
આ પણ વાંચો : વડોદરામાં બેવડા હત્યાકાંડનો ભેદ ઉકેલાયો, એકતરફી પ્રેમમાં પાગલ બનેલા પતિએ જ પત્ની-દીકરીને ઝેર આપી ગળુ દબાવ્યું
કોંગ્રેસનો કોઈ ધારાસભ્ય હતાશ નથી
ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ પર હાર્દિક પટેલે કહ્યુ કે, ગુજરાત કોગ્રેસનો કોઇ ધારાસભ્ય હતાશ નથી. 25 વર્ષ કરતાં વધારે સમયથી પાર્ટી સત્તામાં ન હોવા છતાં રાજ્યની જનતાના 1 કરોડ કરતાં વધારે મત કોંગ્રેસને મળે છે. ભાજપ શુ કરે છે એ અમારા માટે મહત્વનું નથી. અમારે ગુજરાતની જનતાનો અવાજ ઉપાડી વિપક્ષની જવાબદારી નિભાવવાની છે. કોંગ્રેસ જનતાનો અવાજ ઉપાડવાનું કાર્ય કરી રહી છે. નવી સરકાર આવ્યા બાદ પણ જનતાની અપેક્ષાઓ પૂર્ણ થઇ નથી. યુનોનોની બે રોજગારીની વાત થતી નથી અને મુન્દ્રામાં ૩૦૦૦ કિલો ડ્રગ્સ પકડાય તે યુવાનોને નશામાં ધકેલવાનું હોય તેમ લાગી રહ્યું છે. ભાજપને 25 વર્ષથી શાસન આપ્યું, પણ હજુ પ્રજાને સુખાકારી નથી. જનતાએ આખી સરકાર બદલવાનો નિર્ધાર કર્યો છે. ભાજપની વિરોધમાં રહેલા જનતાના આક્રોશને એક જગ્યાએ કંઇ રીતે એકત્ર કરવો એ અમારો મુખ્ય ધ્યેય છે.
આ પણ વાંચો : સાપુતારાના સનસેટ પોઈન્ટ પર જતા પહેલા સો વાર વિચારજો, કારનો વિચિત્ર અકસ્માત સર્જાયો
ભાજપે જે મુખ્યમંત્રીના નામે મત લીધા તેમને જ બદલી નાંખ્યા
ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તેમણે કહ્યું કે, દેશના અન્ય રાજ્યોની ચૂંટણી બાદ રાજકીય સમીકરણો બદલાશે. જ્યારે પરિવાર મોટો હોય તો નિર્ણય લેવામાં સમય લાગે છે. સંગઠનની પ્રક્રિયા જલદી પુર્ણ કરવામાં આવશે. ભાજપે જનતા સાથે ગદ્દારી કરી છે, જે મુખ્યમંત્રીના નામે મત લીધા તેમને જ બદલી નાંખ્યા છે. ભાજપ 25 વર્ષથી ગુજરાતની ભોળી જનતાને છેતરી રહી છે. અન્ય પાર્ટીના નારાજ લોકોને કોંગ્રેસ સાથે લોકોને જોડવાનો પ્રયાસ કરીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે