Home> Gujarat
Advertisement
Prev
Next

લેટરકાંડ બાદ કોંગ્રેસમાં નવો કકળાટ : કાર્યાલયમાં નિરીક્ષકની હાજરીમાં બાખડ્યા કાર્યકર્તા

Gujarat Congress Letterkand : શહેર પ્રમુખના ભાણેજે કાર્યકરો પર પૈસા ખાધાનો આક્ષેપ કર્યો... કોંગ્રેસ ઓફિસમાં કાર્યકરો બાખડી પડ્યા હિંમતસિંહ પટેલના ભાણેજને ઘેરી લીધા... નિરીક્ષક ઉકળીને બોલ્યા, શાંત થાવ નહી તો સસ્પેન્ડ કરી દઇશ
 

લેટરકાંડ બાદ કોંગ્રેસમાં નવો કકળાટ : કાર્યાલયમાં નિરીક્ષકની હાજરીમાં બાખડ્યા કાર્યકર્તા

Gujarat Politics : રાહુલ ગાંધીના ગુજરાત છોડતા જ કોંગ્ર્રેસમાં રહી રહીને કકળાટ થઈ રહ્યો છે. બે સિનિયર નેતાઓના લેટરકાંડ બાદ હવે કોંગ્રેસ ઓફિસમાં રૂપિયા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં વાત વણસી હતી. ગુજરાત કોંગ્રેસના કાર્યાલયમાં શુક્રવારે નિરીક્ષક બીકે હરિપ્રસાદની હાજરીમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. 

fallbacks

બન્યું એમ હતું કે, કોંગ્રેસ કાર્યાલયમાં અમદાવાદ શહેર પ્રમુખ માટે સિલેક્શન પ્રોસેસ હાથ ધરાઈ હતી.  નિરીક્ષક બીકે હરિપ્રસાદ રજૂઆત સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક પ્રમુખની ચેમ્બરમાં કેટલાક કાર્યકરો આવી પહોંચ્યા હતા. શહેર પ્રમુખ હિંમતસિંહના ભાણેજે કાર્યકરો પર પૈસા ખાધાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે કોંગ્રેસ ઓફિસમાં કાર્યકરો બાખડી પડ્યા હતા, તેઓએ હિંમતસિંહ પટેલના ભાણેજને ઘેરી લીધા.

આ બાદ મામલો એટલો બિચક્યો હતો કે, હરિપ્રસાદની હાજરીમાં જ ઉગ્ર બોલાચાલી થઈ હતી. શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલના ભાણેજ વિશાલ ગુર્જરે તેમને જોઇને કહ્યું કે, 'તમે એલિસબ્રીજવાળાએ શું કરી લીધું ? બૂથના પૈસા ખાઇ ગયા. તેમના આક્ષેપના પગલે પાલડી વોર્ડના પ્રમુખ ભાવિન પરમાર સહિતના કાર્યકરો ઉશ્કેરાઈ જતા તેમણે ગુર્જરને ઘેરી લીધો હતો. 

સરકારી ઓફિસો સવારે 9.30 વાગ્યે ખૂલી જશે, ગુજરાતના વહીવટી માળખામાં આવશે મોટા બદલાવ

આમ, કોંગ્રેસના કાર્યાલયમાં જ જોવા જેવી થઈ હતી. આ પછી હાજર નેતાઓએ એકબીજાને સમજાવતા વિશાલ ગુર્જરે ‘સોરી’ કહેતા મામલો થાળે પડયો હતો.

કોંગ્રેસમાં પત્રિકાંડ
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખની સેન્સ પ્રક્રિયા સમયે જ પત્રિકા કાંડ થયો છે. અમદવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર પર આક્ષેપ કરતી પત્રિકાઓ ફરતી થઈ છે. શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલને સસ્પેન્ડ કરવા માંગ કરતી પત્રિકા વાયરલ થઈ છે. નનામી પત્રિકામાં અમદાવાદ શહેર કોંગ્રેસના બે નેતાઓના ભાજપ સાથેના સંબંધોનો ઉલ્લેખ કરાયો છે. નનામી પત્રિકા કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ, પ્રભારી મુકુલ વાસનિકને પણ મોકલી અપાઈ છે. કોંગ્રેસ કાર્યાલય પર થયેલ પથરાવ સમયે હિંમતસિંહે ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો પત્રિકામાં દાવો કરાયો છે. 

ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક, આખા ગુજરાતમાંથી 1000 જેટલા બાંગ્લાદેશી પકડાયા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More