Home> Gujarat
Advertisement
Prev
Next

'એક કુંવારી કન્યાનો 'જાહેરમા વરઘોડો' કાઢી ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી', ધાનાણીએ વિવાદમા ઝંપલાવ્યું!

પાટીદાર સમાજની અવિવાહિત દિકરીના સરઘસ મુદ્દે રાજકારણ ગરમાયું છે. અમરેલી લેટરકાંડમા વિવાદ વધુ વકર્યો છે. અમરેલીમાં લેટરકાંડ યુવતીનુ સરઘસ કાઢવા મુદ્દે હવે કોંગ્રેસ નેતા મેદાનમાં આવ્યા છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક કવિતા લખીને બળાવો કાઢ્યો છે.

'એક કુંવારી કન્યાનો 'જાહેરમા વરઘોડો' કાઢી ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી', ધાનાણીએ વિવાદમા ઝંપલાવ્યું!

Amreli News: અમરેલીમાં પત્રકાંડમાં યુવતીનુ સરઘસ કાઢવાનો કેસમાં યુવતીને જેલમાંથી છોડાવવા પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ. જેમાં યુવતીને જેલમાંથી મુક્ત કરાવવા ખોડલધામ સમિતિ સક્રિય થઈ હતી. પાટીદાર સમાજની અવિવાહિત દિકરીના સરઘસ મુદ્દે રાજકારણ ગરમાયું છે. પાટીદાર સમાજની દિકરીને જેલ મુક્ત કરાવવા ખોડલધામ સમિતિના આગેવાનો અમરેલી પહોંચ્યા છે. જેમાં દિનેશ બાંભણીયા, મનોજ પનારા, રમેશ ટીલાળા, ધારાસભ્ય કૌશિક વેકરીયા, સાંસદ સુતરીયા, મહેશ કસવાળા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત છે. સાથે ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ. આ વિવાદમાં હવે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ ઝંપલાવ્યું છે.

fallbacks

અમરેલી લેટરકાંડમાં પરેશ ધાનાણીએ કવિતા લખી બળાપો ઠાલવ્યો
અમરેલી લેટરકાંડમા વિવાદ વધુ વકર્યો છે. અમરેલીમાં લેટરકાંડ યુવતીનુ સરઘસ કાઢવા મુદ્દે હવે કોંગ્રેસ નેતા મેદાનમાં આવ્યા છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ એક કવિતા લખીને બળાવો કાઢ્યો છે. જેમાં ટ્વીટ કરીને લખ્યું છે કે, લાજ લેનારા સામે લડીશું. કૌરવ કુળના અહંકારી લોકોએ, અમરેલીની ભરબજારમાં, એક કુંવારી કન્યાનો 'જાહેરમા વરઘોડો' કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે..!

ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન
અમરેલીમાં બનાવટી લેટર કાંડ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. મહેશ કસવાલાએ જણાવ્યું છે કે પાટીદાર સમાજની અવિવાહિત દિકરીના જામીન આજે જ મંજૂર થાય તે માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. ધીના ઠામમાં ઘી પડી જશે. દિકરીનુ નામ ફરિયાદમાંથી દુર કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે. દિકરી માત્ર ટાઈપ રાઈટર તરીકે નોકરી કરે છે.

અમરેલીમાં બનાવટી લેટર કાંડનો મામલે દિનેશ બાંભણીયાનું નિવેદન
અમરેલીમાં બનાવટી લેટર કાંડનો મામલે દિનેશ બાંભણીયાનું નિવેદન સામે આવ્યું છે. દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજની અવિવાહિત દિકરીને જેલ મુક્ત કરવા માટેની બેઠક સફળ થઈ છે. કૌશીક વેકરીયા અને ખોડલધામના આગેવાન વચ્ચે ચર્ચા થઈ છે. પાટીદાર સમાજની અવિવાહિત દિકરીને આજે જ જેલ મુક્ત કરાવવા માટે સંમતિ સંધાઈ છે. પોલીસ ફરિયાદમાંથી પણ દિકરીનું નામ દુર કરવા માટે ફરીયાદી દ્વારા એફિડેવિટ કરી આપવામાં આવશે. પાટીદાર સમાજમાં ઉભો થયેલો રોષ ખાળવાના પ્રયાસો તેજ થયા છે.

આંતરાષ્ટ્રીય કૃમિ સેના દ્વારા કલેકટર ને રજૂઆત
અમરેલીમાં દીકરીના સરધસ મામલે આંતરાષ્ટ્રીય કૃમિ સેના દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. સરઘસ કાઢનાર સામે પણ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. એક બાજુ સંવિધાનની વાતો વચ્ચે સંવિધાન ભંગ કરી રહ્યાં છે. પોલીસ સામે કાર્યવાહી માંગ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. ન્યાય માટે સૂત્રોચાર કરવામાં આવ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More