ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતન કાંગ્રેસના 25થી વધારે નેતાઓને અન્ય રાજ્યોમાં પ્રચારની જવાબદારી કોંગ્રેસે સોપી ઓલ ઇન્ડીયા કાંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના નેતાઓને રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચુંટણી પુર્ણ ન થાય ત્યાં સુધી પ્રચારની જવાબદારી સોપવામા આવી છે. ઘણા નેતાઓ ચુંટણી પ્રચારે પહોચી ગયા છે. અને બાકીના નેતાઓ આવતીકાલ સુધીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ પહોચશે.
ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટેની ચુંટણી પુર્ણ થઇ ચુકી છે. કોંગ્રેસના ઘણા નેતાઓ હળવાશની પળો માણી રહ્યા છે. પણ ગુજરાત કાંગ્રેસના 25 કરતાં વધારે નેતાઓના નસિબમાં હજુ આરામ નથી કેમ કે, આ નેતાઓને ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સમિતિ દ્વારા મધ્યપ્રદેશ,રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પ્રચારની જવાબદારી સોપવામાં આવી છે. જેમાં વર્તમાન ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદો,પુર્વ સાંસદ,સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચુટાયેલા પ્રતિનિધિઓ અને ગુજરાતન કોંગ્રેસના હોદ્દેદારોનો સમાવેશ થાય છે આ નેતાઓ પૈકી હાર્દીક પટેલ અને હિંમતસિંહ પટેલ ઉત્તરપ્રદેશમાં તથા પરેશ ધાનાણી મહારાષ્ટ્રમાં પ્રચાર કાર્યમાં લાગ્યા છે બાકીના નેતાઓએ પણ અન્ય રાજ્યો તરફ પ્રયાણ કર્યુ છે
રાજસ્થાન,મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પ્રચાર માટે પસંદ કરેલા નેતાઓ
ગુજરાતની 26 બેઠકો માટે કુલ 40 પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. પણ માત્ર ગણ્યાગાંઠા નેતાઓ ગુજરાત આવ્યા હતા. હવે ગુજરાત કાંગ્રેસના નેતાઓને અન્ય રાજ્યોની જવાબદારી સોપવામાં આવી છે. તે કેવી રીતે નિભાવે છે તેની પર નજર ટકેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે