Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતાનો તાજ હવે આ દિગ્ગજ નેતાના શીરે? ટૂંક સમયમાં થશે જાહેરાત

ગુજરાત કોંગ્રેસના સુકાનીઓ નક્કી કરવા માટે દિલ્લીમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ બનવા માટે કોંગ્રેસમાં આંતરિક જૂથો સક્રિય થયા છે. ગુજરાત કોંગ્રેસને લઈને ખુબ જ ટૂંક સમયમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અને વિપક્ષના નેતાનો તાજ હવે આ દિગ્ગજ નેતાના શીરે? ટૂંક સમયમાં થશે જાહેરાત

ગૌરવ પટેલ/ અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના સુકાનીઓ નક્કી કરવા માટે દિલ્લીમાં બેઠકનો ધમધમાટનો અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસને લઈને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને વિપક્ષના નેતાના નામની જાહેરાત કરી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી છે, જ્યારે વિપક્ષ નેતા પદે સુખરામ રાઠવાની પસંદગી કરાઈ છે. બીજી બાજુ નામ નક્કી થાય એ પૂર્વે જગદીશ ઠાકોર દિલ્લી પહોંચ્યા હોવાની માહિતી મળી રહી છે.આવતીકાલે સત્તાવાર જાહેરાત કરવાનો નિર્ણય કરાયો છે.

fallbacks

તમને જણાવી દઈએ કે, ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી અંદરોઅંદર નેતાઓ વચ્ચે ખેચતાણ ચાલી રહી હતી. જેમા ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી. પરંતુ અંતે જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવીને વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણૉ ઉભા કર્યા છે.

રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં, કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ અવઢવમાં પડી ગયા હતા. પરંતુ આખરે તેનો અંત આવી ગયો છે.

આખરે છેલ્લાં કેટલાક સમયમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ગૂંચવાયેલું કોકડું આખરે ઉકેલાઈ ગયું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની જાહેરાત કરાઈ છે, અને તેઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પદે નિમણૂંક થઈ છે, જ્યારે વિધાનસભામાં વિપક્ષ નેતા તરીકે સુખરામ રાઠવાની વરણી કરવામાં આવી છે. સત્તાવાર જાહેરાત કરી નાંખવામાં આવી છે.

એક કલ્પના સમાન કિસ્સો: જિંદગીના છેલ્લા કલાકો ગણી રહેલો દર્દીએ એકાએક ઉઠીને કહ્યું,”મારે કોલ્ડ્રીંક પીવી છે...!”

અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસમાં આતંરિક વિખવાદના લીધે લાંબા સમયથી રાજયમાં સત્તાથી વંચિત છે, કોંગ્રેસમાં આજે પણ જૂથબંધી માથાનો દુખાવો બન્યો છે, પરતું કોંગ્રેસ હાઇકમાન્ડે હવે કોંગ્રેસમાં આમૂલ પરિવર્તન સાથે ફેરફાર કરવાનો નિર્ધાર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોંગ્રસ પ્રદેશ અધ્યક્ષની નિમણૂક માટે હાઇકમાન્ડ બેઠકો કરી રહ્યા હતા.

સુરતમાં અકસ્માતના Live દ્રશ્યો: મોડીરાત્રે પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે ટકરાઈ, કાર ચાલકનું ઘટના સ્થળે મોત

ગુજરાતમાં કોંગ્રેસ પ્રમુખ મામલે પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિગ્ગજ નેતા જગદીશ ઠાકોર દિલ્હી પહોચ્યા છે. કોંગ્રેસમાં હજુપણ પ્રદેશ પ્રમુખ માટે ઘમાસાણ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોંગ્રેસ પ્રમુખની નિણમૂક હાઇકમાન્ડ માટે માથાનો દુખાવા સમાન છે. ગુજરાતમાં મૃતપાય કોંગ્રસને ક્યારે પ્રદેશ પ્રમુખ મળશે તેની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More