Rajkot News : રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેના ચાલી રહેલા કામ સામે કોંગ્રેસે હલ્લાબોલ કર્યું હતું. ‘રોડ નહીં તો ટોલ નહીં’ ના નારા સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ધીમી કામગીરીને લઇને ટ્રાફિક જામની સમસ્યાથી નાગરિકો કંટાળી ગયા છે. રોડ સંપૂર્ણ બને નહીં ત્યાં સુધી ટોલ નહીં ઉઘરાવવા કોંગ્રેસે માંગ કરી છએ .કોંગ્રેસના કાર્યકરો પટ્ટા-પિંડી કરી વિરોધમાં જોડાયા હતા.
ભારત પરિમાલા યોજના અંતર્ગત રાજકોટ જેતપુર નેશનલ હાઇવે નંબર 27ને 4 લેનમાંથી 6 લેનમાં કન્વર્ટ કરવાની કામગીરી છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી છે. તેમ છતાં આજ દિવસ સુધી સિક્સલેન બનાવવાની કામગીરી પૂર્ણ નથી થઈ. તેના કારણે રાજકોટથી જુનાગઢ તેમજ રાજકોટથી પોરબંદર તરફ જનારા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રાજકોટ જેતપુર વચ્ચે માત્ર 60 કિમીના અંતરમાં બે જેટલા ટોલ પ્લાઝા પણ આવે છે. આમ લોકો વાર્ષિક કરોડો રૂપિયાનો ટોલ ચૂકવતા હોવા છતાં રાજકોટ જેતપુર હાઇવે હાલ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.
ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી ખાતે ઘેરાવ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના આગેવાનો દ્વારા આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ આગેવાનો સાથે મળીને છેલ્લા કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. તો સાથે જ ‘રોડ નહીં તો ટોલ નહીં’નો નારો પણ લગાવવામાં આવ્યો હતો. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના આગેવાનોએ લોકોને પડી રહેલી હાલાકી અંગે ચિતાર આપ્યો હતો. તેમજ સત્તાધારી પાર્ટી અંગે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો. તો સાથે જ કોંગ્રેસના આગેવાનો દ્વારા પાટા પિંડી કરીને પ્રતિકાત્મક વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે, બિસ્માર રસ્તાના કારણે અવારનવાર નેશનલ હાઇવે પર અકસ્માતમાં વાહન ચાલકો નામ મૃત્યુ નીપજતા હોવાનું જણાવ્યું હતું.
આમાં પણ ગર્વ લો સરકાર! શ્વાનના કરડવાના કેસમાં ગુજરાત ટોપ-5 રાજ્યોમાં સામેલ
ગોંડલ-રીબડા વચ્ચે પણ જબ્બર ટ્રાફિકજામ: વાહનચાલકો 3 કલાક સુધી અટવાયા
ગોંડલ-રીબડા વચ્ચે શનિવારે રાત્રે હજારો વાહનચાલકોને ભૂખ્યા-તરસ્યા 3 કલાક સુધી ગંભીર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રીબડા ટોલપ્લાઝા પર NHAI તથા ટોલ સંચાલકોના અણઆવડતપૂર્ણ વ્યવસ્થાપનને કારણે વાહનોના લાંબા કાફલા અટકી ગયા અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. વાહનોની ૫ કિમીથી વધુની કતારો જોવા મળી હતી અને ઘણી એમ્બ્યુલન્સો પણ ફસાતા દર્દીઓના જીવ જોખમમા મુકાયા હતા.
ટ્રાફિક ક્લિયર કરવાનું મુખ્ય કામ NHAI તથા જિલ્લા પોલીસ વિભાગની જવાબદારીમાં આવે છે, તેમ છતાં બંને વિભાગો બેદરકારી દાખવી ઘટનાને ગંભીર બનાવવામાં સહભાગી બન્યા છે. લોકો કલાકો સુધી ટ્રાફિકમા ફસાયેલા રહ્યા છતાં કોઈ સમયસપત્ન વ્યવસ્થા જોવા મળતી ન હતી અને વાહનચાલકો રોષે ભરાતા હતા.
છેલ્લા એક અઠવાડિયાથી સતત અવાજ ઉઠાવવામાં આવે છે: રાજકોટ-જેતપુર હાઇવે પર છેલ્લા એક અઠવાડિયાથી લોકો, વિરોધ પક્ષો તથા ઇન્ડ્રસ્ટ્રીઝના વિવિધ સંગઠનો આ ટ્રાફિકજામ, બિસ્માર વ્યવસ્થાપન તથા ટોલપ્લાઝા ઉપર ભારે અરાજકતા મુદ્દે સતત અવાજ ઉઠાવી રહ્યા છે, રજૂઆતો થઇ રહી છે, છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી બેઠું છે અને કોઇ અસરકારક કાર્યવાહી કરાઇ નથી.
ગુજરાતમાં અસલી ચોમાસું તો હવે જામશે! આ વિસ્તારોમાં આવશે પૂર, અંબાલાલની ધબકારા વધારતી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે