Home> Gujarat
Advertisement
Prev
Next

કોંગ્રેસે વરઘોડાના ઘોડાના હટાવી દીધા, હિંમતસિંહને ભાજપ સાથેનું સેટિંગ નડ્યું કે પછી પત્રિકાકાંડ?

Gujarat Congress New President List : અમદાવાદમાં વિવાદિત હિંમતસિંહ પટેલને હટાવીને કોંગ્રેસે સોનલ પટેલને શહેર પ્રમુખ તરીકેની નવી જવાબદારી સોંપી છે

કોંગ્રેસે વરઘોડાના ઘોડાના હટાવી દીધા, હિંમતસિંહને ભાજપ સાથેનું સેટિંગ નડ્યું કે પછી પત્રિકાકાંડ?

Gujarat Politics : ગુજરાતમં મૃતપ્રાય કોંગ્રેસને સજીવન કરવા કવાયત શરૂ થઈ છે. આખરે કોંગ્રેસે લગ્નના ઘોડા અને વરઘોડાના ઘોડાને અલગ અલગ કરી દીધા છે. આ પહેલમાં મોડી રાત્રે કોંગ્રેસ શહેર-જીલ્લા પ્રમુખોની નામો જાહેર કરાયા હતા. જેમાં સૌથી ચોંકાવનારું પરિવર્તન અમદાવદા શહેર પ્રમુખના નામની જાહેરાત હતી. અમદાવાદમાંથી હિંમતસિંહ પટેલની બાદબાકી કરીને સોનલ પટેલને જવાબદારી સોંપાઈ છે. તો પાંચેક પૂર્વ ધારાસભ્યોને જીલ્લા પ્રમુખ બનાવાયા છે. 

fallbacks

કોંગ્રેસે નવા શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી છે. 40 પ્રમુખોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદમાં કોંગ્રેસમાં 25 વર્ષથી સક્રિય સોનલ પટેલને શહેર પ્રમુખ બનાવાયા છે. સોનલ પટેલ હાલમાં રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના મહામંત્રી છે. જેઓ અગાઉ 2024માં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સામે ગાંધીનગરમાં ઇલેક્શન લડ્યા હતા. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. સોનલ પટેલની સારી કામગીરી જોઈ તેમની આ પદ માટે પસંદગી કરવામાં આવી છે. સોનલ પટેલની જાહેરાત થતા પૂર્વ શહેર પ્રમુખ હિમતસિંહે પટેલે આભાર વ્યકત કર્યો. તો શૈલેષ પરમાર અને શહેઝાદ ખાન પઠાણ પણ હાજર રહ્યા હતા. 

હિંમતસિંહ ભાજપના સાથે સેટિંગ કરે છે
રાહુલ ગાંધી ગુજરાતમાં એક્ટિવ થયા બાદ લગ્નના અને રેસના ઘોડાઓને અલગઅલગ તારવવાની વાત કહી ચૂક્યા છે. તો સાથે જ ભાજપ સાથે ભળીને કામ કરતા કોંગ્રેસી નેતાઓને હાંકી કાઢવાની વાત પણ કહી ચૂક્યા છે. આવામાં થોડા સમય પહેલા કોંગ્રેસમાં મોટો લેટર બોમ્બ ફૂટ્યો હતો. અમદાવાદ કોંગ્રેસના બે નેતાઓ વિરુદ્ધ પત્રિકા વાયરલ થઈ હતી. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમારને પક્ષ વિરોધ પ્રવૃત્તિ કરવા માટે સસ્પેન્ડ કરવાની માંગ કરાતા ખળભળાટ મચી ગયો હતો. એટલું જ નહિ, શૈલેષ પરમારને બચાવવા કોંગ્રેસના કાર્યકર્તાઓની બલી ચઢાવાઈ હોવાનો આક્ષેપ કરાયો હતો. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ અને શૈલેષ પરમારના તાત્કાલિક પક્ષમાંથી હાંકી કાઢવાની માંગ પત્રિકામાં કરાઈ હતી. વાયરલ પત્રિકા મુજબ, હિંમતસિંહ ભાજપના સાથે સેટિંગ કરે છે. આ પત્ર મુજબ, હિંમતસિંહ ભાજપના નેતાઓ સાથે આર્થિક સેટિંગ કરી રાજકારણ રમે છે. 

આખેઆખું ભાલ પંથક ડૂબ્યું, 20 કિલોમીટર વિસ્તારમાં પાણી જ પાણી, આકાશી દ્રશ્યોમાં દેખાયું ભયાનક મંજર

હિંમત પટેલને વિવાદો નડી ગયા, હટાવવા માટે થયો હતો લેટરકાંડ
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખની સેન્સ પ્રક્રિયા સમયે જ પત્રિકા કાંડ થયો હતો. અમદવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમાર પર આક્ષેપ કરતી પત્રિકાઓ ફરતી થઈ હતી. શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલને સસ્પેન્ડ કરવા માંગ કરતી પત્રિકા વાયરલ થઈ હતી. નનામી પત્રિકામાં અમદાવાદ શહેર કોંગ્રેસના બે નેતાઓના ભાજપ સાથેના સંબંધોનો ઉલ્લેખ કરાયો હતો. નનામી પત્રિકા કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ, પ્રભારી મુકુલ વાસનિકને પણ મોકલી અપાઈ હતી. કોંગ્રેસ કાર્યાલય પર થયેલ પથરાવ સમયે હિંમતસિંહે ભાજપ સાથે સેટિંગ કર્યું હોવાનો પત્રિકામાં દાવો કરાયો હતો. તેમજ શૈલેષ પરમારને બચાવવા કોંગ્રેસના કાર્યકરોની બલી ચઢાવાઈ હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. પથરાવની ઘટના બાદ ધારાસભ્ય અમિત શાહના પુત્ર અને શૈલેષ પરમારનું નામ ફરિયાદમાં ના લખાય એવું સમાધાન કર્યું હોવાનો દાવો કરાયો હતો. ભાજપ-કોંગ્રેસની મિલીભગતના કારણે કોંગ્રેસના કાર્યકરોએ જેલની હવા ખાવી પડી હોવાનો દાવો કરાયો. પથરાવની ઘટનામાં કાર્યકરોનો ભોગ લેનાર હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવા માંગ કરાઈ હતી. 

પાર્ટીએ જે જવાબદારી સોપી કાર્યકારી પ્રમુખ તરીકે આભાર માનું છું - હિંમતસિંહ પટેલ
સોનલ પટેલની પસંદગી વિશે પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખ હિમતસિંહ પટેલે જણાવ્યું કે, સજ્જન અભિયાનમાં ગુજરાત પસંદ કરાયું છે. જેમાં સેક્રેટરી રહ્યા હોય તેવાને પસંદ કરાયા છે. મહિલા પ્રમુખની માંગ ઉઠી હતી અને સોનલબેન પસંદ કરાયા. 1995 માં મને જે તક આપી અને 2000 સુધી સારું કામ કર્યું અને કોંગ્રેસે સારી જવાબદારી સોંપી છે. પાર્ટીએ જે જવાબદારી સોપી કાર્યકારી પ્રમુખ તરીકે આભાર માનું છું. બદલાવ આવે તે એક પ્રક્રિયાનો ભાગ છે. શક્તિસિંહ આવ્યા અને નીરવ બક્ષીની જગ્યા ખાલી પડી અને તેમાં મને જે જવાબદારી સોપાઈ તેનો આભાર માનું છું જવાબદારી સોંપવા માટે. હું માનું છું કે અનેક કાર્યક્રમ થયા તેમાં તમામે સારો સપોર્ટ કર્યો. સોનલબેનની પસંદગી થઈ ત્યારે સાથે મળી ટીમ કોંગ્રેસ બની કામ કરીશું. આવનાર ચૂંટણીઓમાં કોંગ્રેસ ટીમ બની કામ કરીશું. કોંગ્રેસ મજબૂત બને તેવા પ્રયાસ કરીશું. 

સાથે જ હિંમતસિંહ પટેલે મીડિયા જે પ્રશ્ન ઉઠાવે છે તેનો પણ આભાર માન્યો.

નર્મદા કાંઠે એકાંતની પળો માણતું પ્રેમી કપલ ફસાયું, લોકોએ ચેતવ્યા તો પણ ન માન્યા, આખરે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More