Home> Gujarat
Advertisement
Prev
Next

શક્તિસિંહ ગર્જ્યા- 'ભાજપ શાસિત રાજ્યોએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો કરી ગિમીક્સ કર્યું'

કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટ મુલાકાતે છે. સર્કિટ હાઉસમાં શક્તિસિંહે કોંગી નેતાઓ અને સ્થાનિક કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. ધારાસભ્ય લલિત કગથરા, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના નેતાઓએ આગામી ચૂંટણીને લઈને માર્ગદર્શન મેળવ્યુ હતુ. શક્તિસિંહ ગોહિલ શહેરના સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા. ત્યાં તેમને મળવા ધારાસભ્ય લલિત કગથરા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના આગેવાનો એ તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. 

 શક્તિસિંહ ગર્જ્યા- 'ભાજપ શાસિત રાજ્યોએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં નજીવો ઘટાડો કરી ગિમીક્સ કર્યું'

નવનીત લશ્કરી/ રાજકોટ: કોંગ્રેસ નેતા અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટ મુલાકાતે છે. સર્કિટ હાઉસમાં શક્તિસિંહે કોંગી નેતાઓ અને સ્થાનિક કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. ધારાસભ્ય લલિત કગથરા, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા સહિતના નેતાઓએ આગામી ચૂંટણીને લઈને માર્ગદર્શન મેળવ્યુ હતુ. શક્તિસિંહ ગોહિલ શહેરના સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા. ત્યાં તેમને મળવા ધારાસભ્ય લલિત કગથરા શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના આગેવાનો એ તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. 

fallbacks

રાજકોટ આવેલા શક્તિસિંહએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મહત્વનું પ્રમુખ પદ અંગે નિવેદન આપ્યું હતું. રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હું પ્રમુખ પદની રેસમાં નથી. હું અત્યારે જ્યાં કામ કરી રહ્યો છું ત્યાં ખુશ છું. ગુજરાતના થતાં સંગઠનના ફેરફારોને હું પ્રભારી મહામંત્રી ઇન્ચાર્જ તરીકે સ્વીકારૂ છું, તેમાં મારી કોઈ પણ દખલ અંદાજી હોતી નથી અને ક્યારેય પણ હશે નહીં. 

વેકેશનની મોજ: દેવોની ભૂમિ દ્વારકામાંયે પગ મૂકવાની જગ્યા નથી, જવાનું વિચારતા હોય તો ખાસ વાંચો

તેમણે ઉમેર્યું હતું કે, હું ગુજરાતનો વતની છું એટલે આ બાબતોમાં હાઈ કમાન્ડને પણ જણાવ્યું છે કે મારો અભિપ્રાય પૂર્વગ્રહ પણ હોઈ શકે એટલે હું તેમાં કોઈ હસ્તક્ષેપ કરતો નથી. મને હાઈ કમાન્ડ પર પૂરો વિશ્વાસ છે કે લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય કરશે અને ગુજરાતનું નેતૃત્વ યોગ્ય હાથમાં સોંપવામાં આવશે.

તાજેતરમાં સરકાર દ્વારા ઘડવામાં આવેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે જણાવ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યોએ નજીવો ભાવ ઘટાડો કરીને ગિમીક્સ કર્યું છે. કેન્દ્ર સરકારની શેષ અને એક્સાઇઝ એટલી વધારે છે કે રાજ્યો ઘટાડો કરે તો પણ ભાવમાં નજીવો ઘટાડો થાય..

ખેડાની પરંપરા આજે પણ અકબંધ: ભાઈબીજની રાત્રીએ થાય છે કોઠી યુદ્ધ, જોનારાના હાર્ટ બેસી જાય છે!!

આ સિવાય ખાદ્યતેલ અંગે જણાવ્યું હતું કે, આયાતી ખાઘ તેલમાં ડ્યૂટી ઘટાડવાથી ખેડૂતોને નુકસાન થશે. ખેડૂતોની મગફળીના ભાવમાં ઘટાડો થશે. સરકાર ખેડૂતોનું ઉત્પાદન વહેંચાઇ જશે, ત્યારબાદ ડ્યૂટી વધારશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More