Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, કેન્દ્રની ટીમ ગુજરાત આવશે

દિલ્હીથી ત્રણ તબીબોની ટીમ ગુજરાતમાં કોરોના (gujarat corona update) ની સ્થિતિ અંગે સમીક્ષા કરશે

ગુજરાતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, કેન્દ્રની ટીમ ગુજરાત આવશે

ઝી મીડિયા/બ્યૂરો :દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. દિવાળીની ઉજવણી માટે બહાર નીકળેલા લોકોએ ફરીથી સંક્રમણ વધાર્યું છે. તો બીજી તરફ શિયાળાને કારણે કોરોનાનો એટેક થયો છે. આવામા કોરોનાના કેસ (corona case) બેકાબૂ બની જતા કેન્દ્રની ટીમ ગુજરાત આવશે. દિલ્હીથી ત્રણ તબીબોની ટીમ ગુજરાતમાં કોરોના (gujarat corona update) ની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, આ ટીમ કોવિડના કેસ અને તેને રોકવા માટે, ટેસ્ટીંગ, સંક્રમણ રોકવા તથા તેના ઉપાયોના મામલે તપાસ કરશે. 

fallbacks

આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી

હાઈકોર્ટના 3 જજ કોરોના પોઝિટિવ
ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ગુજરાત હાઇકોર્ટેના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા છે. જસ્ટિસ એસી રાવ, જસ્ટિસ જી.આર ઉધવાણી અને જસ્ટિસ આર.એમ સરીન કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. 

સુરતમાં કોરોના બેકાબૂ
સુરતમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાયો છે. દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ફાયરના ઓફિસરો દ્વારા લાઉડસ્પીકર મૂકી લોકોને તકેદારી રાખવા સૂચન કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા સરકારી કર્મચારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો : પીએમ મોદીએ વડોદરા અકસ્માતમાં મૃત્યુ પામેલા 11 લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું

સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં 7ના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાથી અંદાજે  લોકોના મોત નિપજ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન કોરોના વાયરસનું સંક્રમણ વધતા તંત્ર અને લોકોમાં ચિંતા જોવા મળી છે. તમામ મૃતકોની સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાનમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કુલ આંક અંદાજે 2900 ને પણ પાર પહોંચ્યો હોવા છતાં લોકોમાં કોરોના પ્રત્યે ગંભીરતાનો‌ અભાવ જોવા મળ્યો છે. કોરોના વાયરસ‌થી એક જ દિવસમાં 7 વ્યક્તિના મોતથી વહીવટી તેમજ આરોગ્ય તંત્ર સહિત લોકોમાં ચિંતા જોવા મળી છે. 

આ પણ વાંચો : ફરીથી ગુજરાત આવશે અમિતાભ બચ્ચન, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કરશે પ્રચાર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More