Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 26 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

રાજ્યમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,621 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરપ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,75,215 નાગરિકોનું રસીકરણ આજના દિવસમાં કરવામાં આવ્યું હતું. 

GUJARAT CORONA UPDATE: નવા 13 કેસ, 26 દર્દી સાજા થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 13 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,12,621 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરપ રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.08 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,75,215 નાગરિકોનું રસીકરણ આજના દિવસમાં કરવામાં આવ્યું હતું. 

fallbacks

ગુજરાતના અસલી ‘નાયક’ : ઝૂપડપટ્ટીમાં લોકો વચ્ચે જઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જાણી તેમની સમસ્યા

બીજી તરફ રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 282 નાગરિકો એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 280 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 12,12,621 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત 10942 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે રાજ્યમાં એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશમાં 3, અમદાવાદ, ગાંધીનગર, તાપી અને વડોદરામાં 1-1 નાગરિકનું મોત થઇ ચુક્યું છે. 

આ દેશમાં હંમેશા વચેટિયાઓ જ ફાવ્યા છે? ખેડૂત પાસેથી કોડીના ભાવે માલ ખરીદી 3 ગણા ભાવે વેચાણ

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. 18 વર્ષથી વધારેની ઉંમરના 4708 નાગરિકોને પ્રથમ અને 20120 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 2447 ને પ્રથમ અને 10766 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 14582 નાગરિકોને પ્રીકોર્શન ડોઝ અને 122592 કિશોરોને (12-14 વર્ષ) રસીનો પ્રથમ ડોઝ અપાયો હતો. આજના દિવસમાં રસીના કુલ 1,75,215 કુલ રસી અપાઇ હતી. અત્યાર સુધીમાં કુલ 10,57,14,727 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More