Home> Gujarat
Advertisement
Prev
Next

GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 12 રિકવર થયા, એક પણ મોત નહી

રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે કોરોનાના કેસ સ્થિર થઇ ગયા હતા. રાજ્યમાં આજે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,15,356 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દર્દીઓનો સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે આજના દિવસમાં કુલ 3,73,351 ડોઝ આપવામાં આવ્યા છે. 

GUJARAT CORONA UPDATE: નવા 16 કેસ, 12 રિકવર થયા, એક પણ મોત નહી

ગાંધીનગર : રાજ્યમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે આજે કોરોનાના કેસ સ્થિર થઇ ગયા હતા. રાજ્યમાં આજે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,15,356 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. દર્દીઓનો સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે આજના દિવસમાં કુલ 3,73,351 ડોઝ આપવામાં આવ્યા છે. 

fallbacks

સીધી જ આ નામની થશે જાહેરાત? PM મોદીએ પડદા પાછળ રહેલા આ નેતાને કહ્યું ગુજરાત પહોંચો!

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 162 કેસ એક્ટિવ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 158 સ્ટેબલ છે. 8,15,356 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે. 10082 નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે સૌથી રાહતના સમાચાર છેકે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત થયું નથી. જે રાજ્ય માટે રાહતના સમાચાર છે. 

રાજીનામા મુદ્દે ફઇ બા આનંદીબેનને પણ નહી છોડનાર હાર્દિક પટેલે રૂપાણીના રાજીનામા અંગે શું કહ્યું?
બીજી તરફ જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 14 ને પ્રથમ અને 4529 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉમરના 50679 ને રસીનો પ્રથમ 44543 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 18-45 વર્ષના 1,47,720 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,25,866 નાગરિકોને રસીનો બોજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં 3,73,351 રસીના ડોઝ એક જ દિવસમાં આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 5,22,53,771 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More