ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આજે 230 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 491 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,09,148 નાગરિકો સાજા પણ થઇ ચુક્યાં છે. જેના પગલે ગુજરાતનો રિકવરી રેટ પણ સુધરીને 98.92 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 91,689 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
કાકાએ જમીન વેચીને મોટા ભાઇના પુત્રને ભાગ નહી આપતા એવો કાંડ કરી નાખ્યો કે...
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 2275 એક્ટિવ કેસ છે. જે પૈકી 23 નાગરિકો વેન્ટીલેટર પર છે જ્યારે 2252 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1209148 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે કુલ 12926 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે વડોદરા કોર્પોરેશનમાં 2 સહિત કુલ 2 મોત થયા છે.
હજી તો શિયાળો પુરો પણ નથી થયો ત્યાં ખેડૂતોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 15 ને રસીનો પ્રથમ અને 18 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષના નાગરિકો પૈકી 2041 ને રસીનો પ્રથમ અને 5826 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9032 ને રસીનો પ્રથમ અને 32814 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 2314 ને રસીનો પ્રથમ જ્યારે 30187 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 9442 ને રસીનો પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 91,689 અને અત્યાર સુધીમાં કુલ 10,29,24,674 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે