ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના પગલે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યૂ સહિતના અનેક નિયંત્રણો ઘટાડી દેવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 245 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 644 દર્દીઓ રિકવર પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,08,657 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.90 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના 1,03,321 ડોઝ અપાઇ ચુક્યાં છે.
ગુજરાતમાં વિકાસ જ વિકાસ: જામનગર- અમદાવાદ તાલુકાના 739 કરોડ મંજૂર કરાયા
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલમા કુલ 2538 એક્ટિવ કેસ છે. જે પૈકી 33 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 2505 નાગરિકો સ્ટેબલ છે. 12,08,657 ડીસ્ચાર્જ તઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10,924 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. તો બીજી તરફ આજે માત્ર 5 નાગરિકોનાં મોત થયા છે. વડોદરા કોર્પોરેશન 2, વડોદરા 1, ગાંધીનગરમાં 1 અને ભરૂચ 1 નાગરિકનું મોત થયું છે.
બનાવટી દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાની દુકાન પચાવવાનો પ્રયાસ કરનાર લાકડા ગેંગના સભ્યો ઝડપાયા
તો બીજી તરફ રસીકરના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 11 ને પ્રથમ, 32 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 2290 ને રસીનો પ્રથમ જ્યારે 6389 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 8898 ને પ્રથમ 34156 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 3756 ને પ્રથમ અને 35983 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 11806 ને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આજના દિવસમાં 1,03,321 કુલ રસીના ડોઝ અપાયા હતા જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,28,32,985 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે